સ્વાતંત્રતા દિવસની તૈયારીઓ:તિરંગા યાત્રા સાથે હર ઘર તિરંગા અભિયાન માટે અંબાજી ભાજપ મંડળની બેઠક યોજાઈ

અંબાજી5 દિવસ પહેલા
  • કૉપી લિંક

સર્કિટ હાઉસ ખાતે અંબાજી ભાજપ મંડળ દ્વારા તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા માટેના આયોજનની બેઠક રાખવામાં આવી હતી. તેમા બનાસકાંઠા જિલ્લાના મહામંત્રી અને ઝોન પ્રભારી દિલીપસિંહ વાઘેલા, નવ નિયુક્તિ અંબાજી ભાજપ મંડળના પ્રભારી ડૉ.દજા ભાઇ પટેલે અંબાજી મંડળની પ્રથમ બેઠક લીધી હતી. તેમના મંડળવતી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું સાથે મંડળ પ્રભારી ઇસ્વરસિહ સોલંકી તેમનું પણ મંડળ દ્વારા સ્વગાત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અંબાજી મંડળ પ્રમુખ ઇન્દરલાલ ગુર્જર, મહામંત્રી લલિત ભાઇ લુહાર,વિજય ભાઇ દેસાઈ,પૂર્વ પ્રમુખ મૃગેશ ભાઇ મહેતા,જિલ્લા મહિલા મોરચા મંત્રી કલ્પના બેન પટેલ અને મંડળના હોદ્દેદારો અને મોરચાના પ્રમુખ મહામંત્રીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણીની તૈયારીઓ માટેની બેઠકમાં મહિલા કાર્યકર્તાઓએ હાજરી આપી હતી
સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણીની તૈયારીઓ માટેની બેઠકમાં મહિલા કાર્યકર્તાઓએ હાજરી આપી હતી
અન્ય સમાચારો પણ છે...