પાલનપુર LCBની કામગીરી:અંબાજીમાં દારૂ ભરેલી કાર સાથે એક શખ્સની અટકાયત, પોલીસે 7 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

અંબાજી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની, બીયરની પેટી તથા બ્રેજા ગાડી કિ.રૂ.5,00,000 સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ.7,12,820ના મુદ્દામાલ સાથે એક ઇસમને જડપી પાલનપુર એલસીબી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

ડી.આર. ગઢવી પોલીસ ઇન્સ્પેકટર તથા આર.જી.દેસાઇ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાદરવી પુનમના મેળા અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જણવાઇ રહે તે માટે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી કે, એક લાલ કલરની બ્રેજા ગાડી જેની આગળ પાછળ નંબર પ્લેટ લગાડેલ નથી તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ગુડા ગામ તરફથી આવતા રોડ તરફથી આવી ત્રણ રસ્તા થઇ આગળ જનાર છે.

બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી અને ગાડીના ચાલક નારાયણસિંગ રંગતસિંગ ડાભી રહે.વાસડા તા.અમીરગઢ વાળાને પકડી પાડ્યા હતા. જેના કબ્જાની ગાડીમાંથી ગે.કા અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂ.2,12,820 તથા બ્રેજા ગાડીની કિંમત રૂપિયા 5,00,000 મળી કુલ મુદ્દામાલ રૂ.7,12,820ની કબ્જે કરી અને આરોપીની અટકાયત કરી તેની વિરૂધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...