મહામેળામાં પ્રસાદ વેચાણનો ધમધમાટ:અંબાજી ભાદરવી મેળામાં બપોર સુધીમાં જ એક લાખ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું; મહાપ્રસાદના 1,78,400 પેકેટનું વેચાણ, રૂ.2,925,507 દાનની આવક થઈ

અંબાજી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેલાનો વિધિવત શુભારંમ થયો થતો .વહીવટી તંત્ર દ્વારા અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેલાને ખુલ્લો મુકાતા અંબાજીમાં મેલાનો માહૌલ જામી ગયો હતો. આજે મોટી સંખ્યામાં માઇભક્તોમાં અંબાના દર્શનાથે આવ્યા હતા. માં અંબાનો આશીર્વાદ મેળવ્યા બાદ સુખકારી જીવનની કામના કરી હતી. અંબાજી નગરી ચારે બાજુ ભાવિ ભક્તોથી ઉમટી રહી છે. માઇભક્તો પોતાના સંધ સાથે પગપાળા ચાલતા અંબાજી આવી રહ્યા છે. મોટી સંખ્યામાં આજે માતાજીના ધામે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.

ભક્તોએ ફરારી ચિક્કીની પ્રસાદીનો લીભ લીધો
આજે અંબાજી મંદિરમાં આજે બપોરે 3 કલાક સુધીમાં અંદાજીત 98,311 માઇભક્તો માં અંબાના દર્શન કર્યા હતા. સાથે અંબાજી માતાજીનો પ્રસાદના 1,78,400 પેકેટ ના વિતરણ થયું હતું. તો અંબાજી મંદિરમાં ફરારી ચિક્કીના 1606 પેકેટનું વિતરણ થયા હતા. તો અંબાજી મંદિરમાં આવેલી દાન 2,925,507 રૂપિયા થઈ હતી. શક્તિપીઠ અંબાજી માતાજીના દર્શન માટે માઇભક્તોનો અવિરત પ્રવાહ નિરંતર જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...