બેટી બચાવો બેટી પઢાવો રથ અંબાજી પધાર્યો:ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું; આ રથ રાજસ્થાનના બ્રિજેશ ભાઈ સોમપુરા દ્વારા પોતાના ખર્ચે રથ કાઢવા આવ્યો છે

અંબાજી13 દિવસ પહેલા

બેટી બચાઓ બેટી પઢાવો રથ જે અંબાજી ખાતે પહોંચ્યો છે. આ કોઈ સરકારી યોજના કે કોઈ સરકારી આદેશ ના લીધે નથી. બેટી બચાઓ બેટી પઢાવો આ રથ રાજસ્થાનના બ્રિજેશ ભાઈ સોમપુરા દ્વારા પોતાના ખર્ચે રથ કાઢવામાં આવ્યો છે. બેટી બચાઓ બેટી પઢાવો રથ ગુજરાતના 33 જિલ્લાઓમાં જઈ લોકો ને દીકરીઓ વિશે જાગ્રૃત કરશે હાલ રથ અંબાજી ખાતે આવ્યો છે. અંબાજી ખાતે આ રથનું સમાપન છે, જ્યારે અંબાજી ભાજપ મંડળ દ્વારા બેટી બચાઓ બેટી પઢાવો રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજસ્થાન સહિત ગુજરાતના 33 જિલ્લામાં પહોંચ્યો રથ
અંબાજી ખાતે બેટી બચાવો બેટી પઢાવો રથ આવી પહોંચ્યો ત્યારે અંબાજી ભાજપ મંડળ દ્વારા આ રથનું સ્વાગત કરાયું. બ્રિજેશભાઈ સોમપુરા મૂળ રાજસ્થાન ડુંગરપુરના છે અને તેમને પોતાની જમીન વેચી રથ સાથે રાજસ્થાન સહિત ગુજરાતના 33 જિલ્લાઓમાં પ્રવાસ કર્યો છે. આજે તેમનો પ્રવાસ અંબાજી ખાતે પૂર્ણ થયો છે. અંબાજી ખાતે બેટી બચાવો બેટી પઢાવોના નારા હેઠળ અંબાજી કન્યાશાળામાં ભાજપના કાર્યકર્તાઓ સાથે લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન બેટી બચાવો બેટી પઢાવો રથ સાથે રાખી લોકોની અંદર જાગૃતતા આવે, નારી શક્તિને માનસન્માન મળે તેને લઈ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજી ભાજપ મંડળના પ્રમુખ ઈન્દલાલ ગૂર્જર મહામંત્રી લલીતભાઈ લુહાર શહીદ મહિલા મોરચાના આગેવાનો સાથે અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...