1551 ફૂટના તિરંગાની શોભાયાત્રા:અંબાજી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય તિરંગાની શોભાયાત્રા નીકળી

અંબાજી2 મહિનો પહેલા

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ ગણાતું માં જગતજનની અંબાનું ધામ અંબાજી વિશ્વભરમાં પ્રખ્યાત છે. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ જ્યારે 75માં આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે, ત્યારે દેશભરમાં હર ધર તિરંગા અભિયાન સાથે તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. આજે અંબાજીમાં 1551 ફૂટના તિરંગા સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે સવારે અંબાજી ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. દેશના 75માં અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે આજે ગાંધીનગરના રાધે-રાધે પરિવાર દ્વારા 1551 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળા તિરંગા સાથે તિરંગા યાત્રા કાઠવામાં આવી હતી. પ્રદેશના સંગઠન મહામંત્રી રતનાજી સાથે બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, બનાસ ડેરીના ચેરમેન શકર ભાઈ ચૌધરી સાથે જિલ્લાના તમામ નેતાઓ અંબાજી તિરંગા યાત્રામાં જોડાયા હતા. અંબાજી કોલેજથી તિરંગા યાત્રા અંબાજી ગબ્બર સર્કલ સુધી આજે નીકળી હતી. અંબાજીથી 1551 ફૂટ તિરંગા સાથે તિરંગા યાત્રા બનાસકાંઠા નડાબેટ ખાતે સમાપન થશે. જેમાં 7,8,9 તારીખનો સમય દરમિયાન જિલ્લાના બીજા સ્થળોથી તિરંગા યાત્રા નીકળશે.

અન્ય સમાચારો પણ છે...