શિક્ષકને ભાવભીની વિદાય:દાંતા તાલુકાના રાણીઉંબરી ગામે પ્રાથમિક શાળાના શિક્ષકનો ભવ્ય નિવૃત્તિ શુભેચ્છા સમારંભ યોજાયો

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે ગુરૂવારના રોજ દાંતાના રાણીઉંબરી શાળાના શિક્ષક અને મંડાલી ગામના વતની એવા જયંતીભાઈ બી પ્રજાપતિનો વયનિવૃત્તિ શુભેચ્છા સમારંભ યોજાયો હતો. જેમાં આશીર્વચન માટે લોટોલ માણેકનાથ મંદિર મહંત શ્રવણભારથી મહારાજને આમંત્રિત કરાયા હતા. આ ઉપરાંત દાંતા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આર આર પટેલ સાહેબ, દાંતા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભરતસિંહ પરમાર, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ખજાનચી દિનેશસિંહ પરમાર, તાલુકા મંડળી ચેરમેન કાંતિભાઈ તરાલ, બી.આર.સી. ઇન્દ્રસિંહ મકવાણા, શાળાના આચાર્ય અતુલભાઇ દેસાઇ અને સમગ્ર સ્ટાફ તેમજ સી.આર.સી.અને પે.સેન્ટર શાળાના આચાર્ય અને રેવાભાઇ પ્રજાપતિ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.

રાણીઉંબરી શાળાના શિક્ષકનો વયનિવૃત્તિ સમારોહ યોજાયો
નિવૃત્ત થનારા શિક્ષક જયંતીભાઈ પ્રજાપતિ સાહેબને શાળામાં સ્ટાફ તરફથી સન્માન પત્ર, શ્રીફળ અને સોનાની વીંટી આપીને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત પધારેલા મહેમાનોએ રોકડ રકમ તેમજ અલગ અલગ ગિફ્ટ આપી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમના અંતે સૌ ભોજન લઇ છુટા પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પંકજ પ્રજાપતિ/પરમ પાલનપુરીએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...