અંબાજી મંદિરમાં આવનારી પોષી પૂનમ અને માતાજીના પાટોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાનાર છે. ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માઇભક્તો આવશે જેને લઈને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને શ્રી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. અંબાજી મંદિરના ચાચર ચોકમાં મંડપ સહિતના સ્ટેજ વગેરેની તૈયારીઓ હાથ ધરાઈ છે. ત્યારે અંબાજી મંદિરમાં યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. આવનારા પાંચ જાન્યુઆપી અને છ જાન્યુઆરીના રોજ અંબાજી મંદિરના ચારચાર ચોકમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં મોટી સંખ્યામાં માઇ ભક્તો આ સાંસ્કૃતિક કાર્યક્રમનો લાભ લેશે.
ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના પ્રમુખે જણાવ્યું હતું કે, પોષી પૂનમ માતાજીનો પાટોત્સવ સુખડી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના લીધે માતાજીનો પાટોત્સવ યોજાઈ ન શક્યો હતો. ત્યારે આ વખતે માતાજીનો પાટોત્સવ ભવ્ય રીતે યોજવા જઈ રહ્યો છે. જેને લઈને આવનારી પોષી પૂનમના દિવસે અંબાજી નગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ ભવ્ય શોભાયાત્રામાં 32 જેટલા ટેબ્લો સાથે નીકળશે. ભવ્ય શોભાયાત્રામાં હાથી, ઘોડા, ઊંટગાડી શોભાયાત્રામાં જોડાશે. માતાજીના પાટોત્સવ નિમિત્તે 2100 જેટલો સુખડીનો મહાપ્રસાદ પણ બનાવવામાં આવશે. તો આ ભવ્ય શોભાયાત્રામાં માતાજી નગરમાં ભ્રમણ કરી માઇભક્તોને આશીર્વાદ આપવા નીકળશે.
ભટજી મહારાજે જણાવ્યું હતું કે, પોષી પૂનમ માતાજીના પાટોત્સવની ઉજવણી નિમિત્તે અંબાજી મંદિરમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં લોકો આ મહાયજ્ઞમાં જોડાશે. તો માતાજીના ચાચર ચોકમાં બે દિવસનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. તો સાથે સાથે માતાજીના પાટોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા પણ અંબાજી નગરમાં નીકળશે. જેથી દરેક લોકોને માતાજી દર્શન આપી આશીર્વાદ આપશે. પોષી પૂનમના રોજ ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માઇ ભક્તો જોડાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.