દશામાંની શોભાયાત્રા:અંબાજીમાં ડીજેનાં તાલ સાથે માં દશામાતાની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી; મોટી સંખ્યામાં ભાવિકભક્તો જોડાયા

અંબાજી5 દિવસ પહેલા

યાત્રાધામ અંબાજીમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ નીકળી દશા માતાની શોભાયાત્રા. દશામાતાની આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને અંબાજીનાં મુખ્ય માર્ગોથી શોભાયાત્રા ડીજે સાથે કાઠવાં માં આવી હતી. દશામાતાના વ્રત નિમિત્તે આ શોભાયાત્રાનું દર વર્ષે આયોજન કરવા માં આવતું હતું.

અંબાજી હાઈસ્કૂલ સામે જય અંબે સોસાયટી માંથી શોભાયાત્રા નીકળી અંબાજીના વિવિધ માર્ગો પર કર્યું ભ્રમણ કરી હતી. આ દશામાતાની શોભાયાત્રામાં અનેક ભક્તો ડીજેના તાલે ઝુમ્યા હતા. સાથે સાથે અંબાજી વિસ્તારના વિવિધ માર્ગો જય દશામાંના જય નાદથી ગુંજી ઉઠ્યા હતા. દશામાના વ્રતનો ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શોભાયાત્રાના આયોજકો દ્વારા સુંદર આયોજન કરી અંબાજીમાં આ શોભાયાત્રા ધૂમધામથી કાઢવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...