અંબાજી મંદિર રોશની ઝગમગી ઉઠ્યું:માતાજીના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ચાચર ચોકમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન, 20 શાળાઓના બાળકોએ ભાગ લીધો

અંબાજીએક મહિનો પહેલા

અંબાજીમાં માતાજીના પાટોત્સવ દિવસના અગાઉ રાત્રે અંબાજી મંદિરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. અંબાજી મંદિરમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં અંબાજીની 20 શાળાઓના બાળકોએ ભાગ લીધો હતો. અંબાજી મંદિરમાં યોજાયેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાઓના બાળકોએ વિવિધ કલાકૃતિઓ પ્રસ્તુત કરી હતી. અંબાજી મંદિરને રંગારંગ રોશનીથી શણગારવામાં આવ્યું છે.

બે વર્ષ બાદ અંબાજી મંદિરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
અંબાજી મંદિર માતાજીના પાટોત્સવ નિમિત્તે અંબાજી મંદિરને રંગારંગ રોશની અને ફૂલોથી શણગારવામાં આવતા મંદિર સૌંદર્યથી ઝગમગી ઉઠ્યું છે. કોરોના કાળના બે વર્ષ બાદ અંબાજી મંદિરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો છે. શ્રી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને શ્રી આરાસુરી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...