મોડી રાત્રે તસ્કરો ત્રાટકયા:દાંતા તાલુકાના વસી ગામે ચોરોની ટોળકીએ ચાર ઘરોમાં હાથ સાફ કર્યો, સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો રફ્ફુ ચક્કર

અંબાજી15 દિવસ પહેલા

દાંતા નજીક આવેલાં વસી ગામે તસ્કરો ત્રાટકયા અને ચાર ઘરોના તાળા તોડી મોડી રાત્રે ચોરી કરી રફ્ફુ ચક્કર થયા. મોડી રાત્રે દાંતા તાલુકાના વસી ગામે ચાર ઘરોના તાળા તોડયા અને ઘરમાં સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર મળતી માહિતી મુજબ અંદાજે એક લાખ 50 હજાર રૂપિયાની ચોરી થઈ હોવાનું સામે આવી રહ્યું છે.

દાંતા તાલુકાના વસી ગામે ચોરો ચોરી કરી દુર ખેતરમાં ખુલ્લી પેટીઓ મૂકી તસ્કરો ફરાર થયા હતા. મોડી રાત્રે થયેલી ચોરીની વારદાતની જાણ થતા દાંતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો દુર ખેતરમાં ખુલ્લી પેટીઓ મૂકી તસ્કરો ફરાર થઈ ગયા છે.

દાંતા પી.એસ.આઇ. યાદવ દ્વારા જણાવવા માં આવ્યું કે, સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહુચી બનાવ ની જગ્યાની તપાસ કરી છે. વધુ આવેલી અરજીના આધારે તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. ચોરીની બનેલી આ ઘટનામાં અંદાજીત એક લાખ પચાસ હજાર રૂપિયાની ચોરી થયેલ હોવાનું સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...