ચૂંટણીને લઇ પોલીસ એલર્ટમોડમાં:હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ યોજાઈ, પોલીસ સ્ટાફ સાથે પેરામિલિટરી ફોર્સના જવાનો જોડાયા

અંબાજી3 મહિનો પહેલા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે. તો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓને લઇ પોલીસ તંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યું છે. ત્યારે વિધાનસભા ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ ગેરકાયદેસર પ્રવૃતિ ન થાય તેને લઈ પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિધાનસભા ચૂંટણીને લઈ ડોમિનેશન/ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું.

આ ફૂડ પેટ્રોલિંગમાં હડાદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સહિત પેરામિલિટરી ફોર્સના જવાનો હાજર રહ્યાં હતા અને ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા. વિધાનસભા ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની ગેર પ્રવૃતિ ન સર્જાય તેને લઈ તંત્ર ખડે પગે અને એલર્ટમોડ પર જોવા મળી રહ્યું છે. જ્યારે છેવાડાના વિસ્તાર સુધી પણ પોલીસ અને પેરા મિલીટરી ફોર્સના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...