બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત:દાતાની રતનપુર ચોકડી પાસે બાઈક અને પીકપ ડાલા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો; ઈજા ગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો

અંબાજી2 મહિનો પહેલા

દાતા તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત છે, ત્યારે દાતા તાલુકામાં રતનપુર ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દાતા નજીક રતનપુર ચોકડી પાસે બાઈક અને પીકપ ડાલા વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટના બનતા ઘટના સ્થળે એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું તો અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે દાતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર અર્થે ઈજાગ્રસ્ત વ્યક્તિને પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો.

દાતાના રતનપુર ચોકડી પાસે બનેલી આ અકસ્માતની ઘટનામાં બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મૃતક યુવક વડગામ તાલુકાનો હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ દાતા પોલીસને થતા દાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે પીકપનો ડ્રાઇવર અકસ્માત સર્જી પિકઅપ ડાલુ ઘટના સ્થળે મૂકી ફરાર થયો હતો.

અન્ય સમાચારો પણ છે...