અંબાજીમાં દાનની સરવાણી વહી:પાલનપુરના દાતાએ 1 કિલોના 11 સોનાના બિસ્કિટનું દાન કર્યુ; મુંબઈના માઈભક્તે 105 ગ્રામનો સોનાનો હાર માઁના ચરણે ધર્યો

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે રવિવારે અને ભાદરવી પૂનમના મહામેળા ગણતરીના કલાકો પહેલા શક્તિપીઠ અંબાજીમાં માતાજીને પાલનપુરના એક માઇભક્તે એક કિલો સોનાનું દાન કર્યુ છે. જેમાં 100 ગ્રામનાં 9 બિસ્કિટ અને 50 ગ્રામના 2 બિસ્કિટ દાન સ્વરૂપે આપવામાં આવ્યાં છે. પાલનપુરના દાતા દ્વારા ટોટલ 11 બિસ્કિટ જેનું વજન એક કિલો છે એનું દાન કરવામાં આવ્યું છે. જે સોનાની કિંમત 52 લાખ 50 હજાર થાય છે.

ટોટલ 11 બિસ્કિટ જેનું વજન એક કિલો છે એનું દાન કરવામાં આવ્યું
શક્તિ-ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ એવું જગતજનનીનું ધામ અંબાજી દેશ-વિદેશમાં વિખ્યાત છે. માં અંબાના દર્શન અને પોતાની મનોકામના પૂર્ણ કરવા હજારોની સંખ્યામાં માઇભક્તો અંબાજી આવતા હોય છે. કાલે તારીખ 5 સપ્ટેમ્બરથી અંબાજીમાં ભાદરવી પુનમનો મહામેળો યોજાશે. જેમાં લાખોની સંખ્યામાં માઇભક્તો માં અંબાના દર્શનાથે આવશે.

દાન કરેલા સોનાના હારની કિંમત 4 લાખ 80 હજાર છે
આજે અંબાજી મંદિરમાં માતાજીને એક માઈભક્તે સોનાનો હાર દાન કર્યો છે. સોનાનો હાર મુંબઇના એક દાતા દ્વારા દાન આપવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં દાન કરેલા સોનાના હારનું વજન 105 ગ્રામ છે. જે મુંબઇના દાતા દ્વારા અંબાજી મંદિરમાં માતાજીને ભેટ કરાયો છે. દાન કરેલા સોનાના હારની કિંમત 4 લાખ 80 હજાર છે. આજે દાન કરેલા સોનાના દાતાનો અંબાજી મંદિરના વહિવટદાર આર.કે.પટેલ અને ટેમ્પલ ઈન્સ્પેક્ટર સતીષ ગઢવીએ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...