કલાકોની જહેમત બાદ સફળ રેસ્ક્યુ:દાતામાં પાણીની ટાંકીમાં ફસાયેલ ગાયને જેસીબીની મદદથી બહાર કાઢી સારવાર કરાઈ

અંબાજી2 મહિનો પહેલા

આજે દાતા હડાદ માર્ગ પર એક ગાય પાણીની ટાંકીમાં પડી જતા ગાય કલાકો સુધી પાણીની ટાંકીમાં ફસાઈ હતી. તો દાતાના પશુ રક્ષા દળને જાણ થતા દાતા પશુ રક્ષા દળ ઘટના સ્થળે પહોંચી. પાણીની ટાંકીમાં ફસાયેલી ગાયને બહાર કાઢવા માટે કલાકો સુધી પ્રયાસ કર્યા હતા. ભારી જહમત બાદ પણ ટાંકીથી ગાય બહાર ન નીકળતા પાણીની ટાંકીને ઉપરથી તોડવામાં આવી હતી.ત્યારબાદ દાતા પશુ રક્ષા દળ દ્વારા જેસીબીને બોલાવવામાં આવી હતી. પાણીની ટાંકીમાં પડેલી ગાયને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી હતી. જેમાં ગાયને ઇજાઓ પહોમચતા પશુ રક્ષા દળ દ્વારા સારવાર આપ્યા બાદ ગાયને ખુલ્લી મુકવામાં આવી હતી. પશુ રક્ષા દળ દ્વારા કરેલી ગાયના રેસ્ક્યુ અને સારવારને લઈ લોકોએ તેમની કામગીરીને બીરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...