દાંતા તાલુકાના ખંઢોરઉંબરી ગ્રામ પંચાયતના કમ્પ્યુટર ઓપરેટરને 28 ઓક્ટોરના રોજ બાઇક સ્લિપ થતાં અકસ્માત થયો હતો.જ્યાં ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં 13 નવેમ્બરના રોજ દરમિયાન મોત નીપજ્યું હતુ.આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ દાંતા તાલુકાના બોરડીયાલાના અજમેરભાઇ માવાભાઇ ગમાર ખંઢોરઉંબરી ગ્રામ પંચાયતમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતાં હતા. જેઓ પોતાનું બાઇક નં. જીજે. 08. બીએમ. 5595 તા.28 ઓકટોબર 2022ની રાત્રિએ બેડાથી હડાદ રોડ ઉપર પસાર થઇ રહ્યા હતા.
ત્યારે બાઇક સ્લિપ થઇ ગયું હતુ. જેમાં અજમેરભાઇને ગંભીર ઇજાઓ થતાં પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તારીખ 13 નવેમ્બર 2022ના સાંજે મોત નિપજ્યું હતુ. આથી ગમગીની છવાઈ ગઈ હતી. આ અંગે શાન્તિભાઇ માવાભાઇ ગામારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.