દાંતા નજીક ગમખ્વાર અકસ્માત:ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અથડામણ થતાં ટ્રેક્ટર રોડની સાઈડમાં ખેતરમાં પલ્ટી મારી ગયું; 2 લોકોને ગંભીર ઇજા

અંબાજી15 દિવસ પહેલા

આજે દાંતા નજીક આવેલા પુંજપુર હાઇવે માર્ગ પર ટ્રેક્ટર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટના બનતા ટ્રેક્ટર જે ચારાથી ભરેલું હતું તે બાઈક સાથે અકસ્માત સર્જાતા રોડની સાઈડમાં ખેતરમાં પલ્ટી મારી ગયું હતું. આ અકસ્માતમાં બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આજે દાંતા તાલુકાના પૂજપુર માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દાંતા નજીક આવેલા પુંજપુર માર્ગ પર ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પુંજપુર હાઇવે માર્ગ પર ટેક્ટર અને બાઇક વચ્ચે અથડામણ થતાં 2 લોકોને ગંભીર ઇજાઓ આવી હતી. આ ઘટનાની જાણ ઇમરજન્સી 108ને કરતા 108 ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત લોકોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્તોને દાંતા સિવિલથી વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. દાંતા નજીક પુંજપુર માર્ગ પર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે આજુ બાજુના મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...