કોબ્રા સાપ ઘૂસી જતા અફરાતફરી:દાંતાના વજાસણ ગામે એક ઘરમાં કોબ્ર સાપ ઘૂસ્યો; સ્નેક કેચરને બોલાવી સુરક્ષિત જંગલમાં છોડી દેવાયો

અંબાજી11 દિવસ પહેલા

દાંતાના વજાસણ ગામમાં એક ઘરમાં કોબ્રા સાપ દેખાતા અફરાતફરી સર્જાઈ હતી. ઘરના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. દાંતાના વજાસણ ગામમાં એક ઘરમાં કોબ્રા સાપ ઘૂસતા લોકોની ભીડ જમા થઈ હતી. ત્યાર બાદ સ્નેકકેચર અને જીવદયાપ્રેમી અજીતસિંહ રાઠોડને જાણ કરાતા જીવ દયાપ્રેમીએ સાપનું રેસ્ક્યુ કર્યું હતું અને સાપને પકડી સલામત દાંતાના જંગલ વિસ્તારમાં છોડ્યો હતો.

વરસાદી વાતાવરણ વચ્ચે અનેક જંગલી પ્રાણીઓ અને જીવજંતુઓ બહાર જોવા મળતા હોય છે
લોકો દ્વારા સાપને પકડવા માટે સ્નેકેચરને બોલાવામાં આવ્યો હતો. જીવદયા પ્રેમી અને સ્નેકકેચર અજીતસિંહ રાઠોડની સુંદર અને ઉત્તમ કામગીરીના લીધે સાપને પકડી જંગલ વિસ્તારમાં છોડી દેવાયો હતો. ગરામત એ રહી કે સાપ દ્વારા કોઈને નુકસાન નથી થયું. અજીતસિંહ રાઠોડ દ્વારા દાંતા વિસ્તારમાં અવારનવાર જીવજંતુઓનો જીવ બચાવવા અને પ્રાણીઓનું રેસ્ક્યુ કરવા સદૈવ અગ્રેસર જોવા મળતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...