પદયાત્રીને ટક્કર:હડાદ રોડ પર પદયાત્રીને બાઈક ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો

અંબાજી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ સારવાર અર્થે ખસેડયો
  • પદયાત્રીને​​​​​​​ તાત્કાલિક સારવાર મળી રહેતાં બચી ગયો

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની સોમાવરે શરૂઆત થઇ છે ત્યારે દૂર દૂરથી પદયાત્રિકો ચાલીને અંબાજી આવી રહ્યા છે. હડાદ રોડ પર પદયાત્રિકો ચાલી રહ્યા હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે એક પદયાત્રીને ટક્કર મારી નાસી ગયો હતો.

આ સમયે નાયબ જિલ્લા વિકાસ અધિકારી રસ્તાઓની સ્વચ્છતા બાબતે ચકાસણી માટે ત્યાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પદયાત્રીને પડેલા જોઇ તે પદયાત્રીને તાત્કાલિક પ્રાથમિક સારવાર અપાવવા તેમના સરકારી વાહનમાં હડાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જઇ પદયાત્રીની સારવાર કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...