વિભાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો:દાંતા બેઠક પર 9 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી; અપક્ષના 2 ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી

અંબાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિભાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે. જેમાં દાંતા 10 વિભાનસભા બેઠક પર 9 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓને લઈ બ્યુગલ ફુકાઈ ગયા છે. ત્યારે હવે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓને લઇ માહોલ જામ્યો છે. ગુજરાતમાં વિવિધ વિધાનસભા બેઠકોના ઉમેદવારોના નામ વિવિધ પાર્ટીઓ દ્વારા જાહેર કરાતા ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. ગુજરાત વિધાનસભામાં આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાં રાજકીય માહોલ પણ ગરમાયો છે. દાંતા 10 વિધાનસભામાં 9 ઉમેદવારો દ્વારા પોતાની ઉમેદવારી દાંતા મામલતદાર કચેરી ખાતે નોંધાવાઈ છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર, આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને ગરવી ગુજરાત પાર્ટીના ઉમેદવાર સાથે અપક્ષના 2 ઉમેદવારો પણ પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યાં છે. 17/11/2022 સુધી દાંતા 10 વિધાનસભા બેઠક માટે 9 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી રજૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...