ભાદરવી મેળામાં અન્યાય:દર વર્ષે પાથરણાના વેપારીઓ પાસે 5-6 હજાર લેવાતા હતા, આ વર્ષે રકમ 22,500 કરી દેવાઈ; નાના વેપારીઓમાં રોષની લાગણી

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારેહાલમાં મેળા માટે પ્લોટીંગ પાડવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે પ્લોટની કિંમતોમાં એકા-એક વધારો કરતા નાના વેપારીઓ અને વિધવા બેહનો કે જેમને ટોકન દરે દર વર્ષે પ્લોટ ફાળવતા હતા તેઓ ને આ વર્ષે પ્લોટ મેળવવામાં ભારે અગવડતા પડતી જોવા મળી રહી છે. ગબ્બર પાથરણા કરીને બેસતા નાના વેપારીઓ તેમજ લારી ગલ્લા વાળાઓને દબાણના નામે હટાવી દેવાયા હતા. તેમજ મેળાને વેપાર બનાવી દેવાતા લોકોમાં હતાશા છવાઈ છે.

ત્યારે અંબાજી મંદિર અંબિકા ભોજનાલય તેમજ ગબ્બર પાસેના વિસ્તારમાં બેસતા પાથરણા વાળા ,લારી ગલ્લા વાળા હટાવી દેવાતા પાછલા 2 વર્ષોથી કોરોનાના સમયની માઠી અસર ભોગવતા નાના વેપારીઓને આ વખતે યોજવામાં આવેલ ભાદરવાના મેળામાં ધંધો વેપાર મળવાની આશા હતી, પરંતુ તંત્ર દ્વારા પ્લોટના આસમાને પહોચતા ભાવને લીધે નાના વેપારીઓ અને વર્ષોથી પાથરણા કરી પેટિયું રળતા લોકોના પેટ પર લાત પાડવાની સ્થિતિ ઊભી કરાઇ છે. જેને લઇને સ્થાનિક પાથરણા વાળા, લારીવાળા તેમજ વિધવા બહેનો સર્કિટ હાઉસ ખાતે એકઠા થઇ ધરણા પર બેઠા હતા.

અન્ય સમાચારો પણ છે...