માંના આશીર્વાદ:પૂનમે 3.25 લાખ ભક્તોનાં દર્શન, 6 દિવસમાં 24.35 લાખ ભક્તોની હાજરી સાથે મેળો સુખરૂપ સંપન્ન

અંબાજી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
મેળાના અંતિમ દિને પૂનમે કુંભ ભરાયો - Divya Bhaskar
મેળાના અંતિમ દિને પૂનમે કુંભ ભરાયો
  • 5 કરોડથી વધુ પ્રસાદ સહિતની આવક, પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બસમાં મુસાફરી કરી,5500 સંઘોએ શિખરે ધ્વજારોહણ કર્યું
  • સુરક્ષા​​​​​​​ વિભાગ દ્વારા ​​​​​​​ભક્તોને લોખંડી સુરક્ષા કવચ બક્ષવા સાથે કર્મીઓની સેવા અને લાગણીને ભાવિકોએ બિરદાવી

વિના વિઘ્ને હર્ષ ઉલ્લાસભેર આનંદની છોળો વચ્ચે જગદજનની માં અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહા મેળો શનિવારે સંપન્ન થયો છે.મેળાના છેલ્લા દિવસ પૂનમે 3.25 લાખ ભક્તોએ દર્શન કર્યા હતા.5500 સંઘોએ માતાજી ના શિખરે ધ્વજારોહણ કર્યુ હતું. મેળાના અંતિમ દિને પૂનમે કુંભ ભરાયો હોય તેમ વહેલી સવારથીજ માઈ ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. મેળાના અંતિમ ચરણે પ્રકૃતિ પણમાં અંબાની ભક્તિ માં સહભાગી બની હોય તેમ એકાએક મેઘ ગર્જના સાથે બપોરે વાતાવરણ પલટાયું હતું.

દરમ્યાન મેળાની સુખરૂપ પુર્ણાહુતી સ્વરૂપે પોલીસ પરિવાર દ્વારા જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિત ઉચ્ચ અધિકારીઓ અને સુરક્ષા કર્મીઓ દ્વારા માતાજીના શિખરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તો વળી બપોરે બે વાગ્યા બાદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જીલ્લા કલેકટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલ, વહીવટદાર આર. કે. પટેલ સહીત ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા માતાજીને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

જેને લઇ માં અંબાનુ મંદિર સહીત મંદિર પરિસર પણ બોલ માડી અંબે જય..... જય.... અંબેના જયઘોષ થી ગુંજી ઉઠ્યું હતું. ભાદરવી મેળાને લઇ 144 કલાકથી ગુંજી રહેલી ગિરિમાળા શાંત બની છે. તો બીજી તરફ મેળો સુખરૂપ સંપન્ન થતા વહીવટી તંત્રે હાશકારાની લાગણી અનુભવી છે.

મેળાની સાથે સાથે..!
@ દર્શન પથ પર રોશનીનો ડોમ આકર્ષણનુ કેન્દ્ર બન્યો.
@ મેળા દરમ્યાન સૌ પ્રથમવાર દર્શન વ્યવસ્થા ભક્તો માટે આનંદ દાયક રહી.
@ સુરક્ષા વિભાગ દ્વારા ભક્તોને સુરક્ષા કવચ બક્ષવા સાથે સુરક્ષા કર્મીઓની સેવા અને લાગણીને ભાવિકોએ બિરદાવી.
@મેળા દરમ્યાન સ્વચ્છતાની કામગીરી ઉત્તમ જોવા મળી.
@ પદયાત્રીઓ માટે માર્ગો સહીત અંબાજી ધામમાં વિવિધ સેવાભાવી ઓના સેવા કેમ્પોની સેવા આશીર્વાદરૂપ પુરવાર થઈ.
@દાંતા અને અંબાજીના વીજકર્મચારીઓએ રાઉન્ડ ધ ક્લોક ફરજ નિભાવી મેળા ને પ્રકાશિત રાખ્યો.
@મેળા દરમ્યાન વહીવટી તંત્ર દ્વારા હોટલો, ગેસ્ટ હાઉસો અને વિશ્રામ ગૃહો ના રૂમો કબ્જે કરતા યાત્રિકોને રાત્રી રોકાણ માટે દ્વિધા ઉભી થઈ તો વળી મીડિયા કર્મીઓએ પણ કવરેજ માટે રાત્રી રોકાણ માટે મુશ્કેલીઓ અનુભવી.

અમદાવાદના માઇભક્તે અંબાજી મંદિરમાં 500 ગ્રામ સુવર્ણ દાન કર્યું​​​​​​​

અંબાજી: મેળામાં લાખો શ્રદ્ધાળુઓ માઇભક્તોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. માં અંબાના ધામને ગોલ્ડન ટેમ્પલ બનાવવાનો મનોરથ સાથે પૂનમના છેલ્લા દિવસે અમદાવાદના એક માઇ ભક્તે 500 ગ્રામ સુવર્ણદાનની ભેટ માના ચરણોમાં ભેટ ધરી હતી. 8 સેપ્ટ.ના રોજ 15 ગ્રામ , 9 સપ્ટેમ્બર 15 ગ્રામ,10 સેપ્ટના 603.290 ગ્રામ અને શનિવારે 11 તારીખે અમદાવાદના ભક્તે 500 ગ્રામ સોનુ અંબાજી મંદિરે ભેટ કર્યું હતું.

13 સપ્ટેમ્બરે મંદિરમા પ્રક્ષાલનવિધિ દોઢ વાગ્યાથી મંદિર દર્શન માટે બંધ
મેળો પૂર્ણ થયા બાદ 13 સપ્ટેમ્બરે મંદિરના ગ્રભગૃહમાં પ્રક્ષાલન વિધિ યોજાશે. આ અંગે મંદિર પૂજારી ભટ્ટજી મહારાજ દેવાંગ ભાઈ એમ. ઠાકર ના જણાવ્યા મુજબ મેળા દરમ્યાન લાખોની સંખ્યા માં લોકો આવતા હોવાને કારણે મંદિર અને માતાજીની પવિત્રતાને ધ્યાને લઇ પ્રાચીન પરમ્પરા મુજબ પ્રક્ષાલન વિધિ યોજવામાં આવે છે.

જેમાં માતાજીનુ યંત્ર સહીત વિવિધ સવારીઓ,પૂજન સામગ્રી સહીત માતાજીના અલંકારો અને મંદિર ગર્ભ ગૃહ સહીત સભા મંડપ, નૃત્ય મંડપ અને મંદિરની સફાઈ કરવામાં આવે છે. માતાજીની પ્રક્ષાલન વિધિ માટે કોટેશ્વર ખાતે સરસ્વતીનુ પવિત્ર જળનો ઉપયોગ કરવામાં આવે છે.બપોરના દોઢ વાગ્યા બાદ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. માતાજીનો શણગાર કરી રાત્રે નવ વાગે માતાજીની આરતી થશે.

6ઠ્ઠો દિવસ : 67 લાખ દાન આવ્યું

3,25,075

યાત્રિકોએ દર્શન કર્યા

2,39,400

પ્રસાદ પેકેટ વિતરણ

67,99,904

રૂપિયા ભંડાર સહિત આવક

56,416

SMSથી લોકોને માહિતી અપાઇ

39,994

શ્રદ્ધાળુએ એસટી બસમાં મુસાફરી કરી

30,526

માઇભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો

8670

દર્દીને મેળા દરમિયાન સારવાર અપાઇ

6316

શ્રદ્ધાળુઓ ઉડન ખટોલામાં બેઠા

10,388

ચીકી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું

770

યાત્રિકો માટે એસટી બસોની ટ્રીપ દોડાવાઇ

302

ધ્વજાઓ મા અંબાના મંદિરના શિખરે ચડાવાઇ

126

લોકોઅે વિનામૂલ્યે બસની મુસાફરી કરી

603

ગ્રામ સોનાની આવક થઇ મંદિરમાં

અન્ય સમાચારો પણ છે...