શામળાજી રતનપુર ચેકપોસ્ટેથી ઉદેપુરના કુ ખ્યાત બુટલેગરની દારૂની લાઈન ચાલુ કરી એક સાથે 6 થી વધુ કારમાં વિદેશી દારૂ ભરી અંગ્રેજી મૂળાક્ષરના ત્રણ કે ચાર શબ્દના કોડવર્ડ સાથે ગુજરાતમાં ઠલવાઇ રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સ્ટેટ મોનિટરીંગ સેલે રતનપુર ચેકપોસ્ટ નજીક ઇકો સ્પોર્ટ કારમાંથી 1.5 લાખથી વધુના દારૂ સાથે બુટલેગરને પકડતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે.
સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગરની ત્રણ ટીમ અરવલ્લી-સાબરકાંઠામાં આંટાફેરા મારી રહી છે. સ્ટેટ મોનિટરીંગ સેલને શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના માર્ગ પરથી દારૂની લાઈન ચાલતી હોવાની બાતમી મળતાં ખાનગી કારમાં અણસોલ નજીક પડાવ નાખી અણસોલ નજીક ઇકો સ્પોર્ટ કાર નંબર જીજે 01 આરકે 8758 માંથી વિદેશી દારૂ-બિયર ટીન નંગ-816 કિં105840/- ના જથ્થા સાથે કાર ચાલક શકાજી રૂપલાજી ડાંગી (રહે. માવલી-ઉદેપુર, રાજસ્થાનને) ને દબોચી લઇ દારૂ, કાર, રોકડ રકમ, મોબાઈલ મળી રૂ.8.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ આદી મુનીમ નામના બુટલેગર અને અન્ય અજાણ્યા બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.