પરિણીતા અને પ્રેમીનો અપહરણનો પ્રયાસ:શામળાજી ચાર રસ્તે પોલીસ જીપમાંથી અપહરણનો પ્રયાસ કરી પોલીસ ઉપર હુમલો કરાયો, 35 સામે નામજોગ ફરિયાદ

શામળાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હુમલાખોરોએ પોલીસની ગાડી પર હુમલો કર્યો હતો. - Divya Bhaskar
હુમલાખોરોએ પોલીસની ગાડી પર હુમલો કર્યો હતો.
  • ભિલોડાના વાગોદરની યુવતીને સુનોખના યુવક સાથે પ્રેમ થતાં પરિવારે તેના લગ્ન મેઘરજના ઇટાડી કરાવ્યા હતા
  • યુવતી તેના પતિ સાથે રહેવા માગતી ન હોઇ કોર્ટે આદેશ આપતાં શામળાજી પોલીસ પ્રેમીયુગલને લઇ સુનોખ મૂકવા જતી હતી
  • ત્યારે 2 ઇકો ભરી આવેલા શખ્સોએ હુમલો કર્યો, 35 સામે નામજોગ ફરિયાદ, 3 પકડાયા

ભિલોડાના વાગોદરની યુવતી સુનોખના યુવક સાથે પ્રેમમાં હોવાની વાત યુવતીના પરિવારને થતાં પરિવારે યુવતીના લગ્ન મેઘરજના ઈટાડીમાં કરાવી દીધા હતા. બાદમાં પરિણીતા ગુમ થતાં તેના પતિએ પોલીસમાં અરજી આપતાં પોલીસે શોધી આપતાં કોર્ટમાં રજૂ કરતાં પરિણીતાએ તેના પ્રેમી સાથે રહેવાની માંગ કોર્ટમાં કરતાં કોર્ટે પોલીસને સુરક્ષાનો આદેશ કરતાં શામળાજી પોલીસ બંનેને લઇ ભિલોડાના સુનોખ જતા હતા.

પ્રેમીયુગલના અપહરણનો પ્રયાસ કરી પોલીસ પર હુમલો
તે વખતે શામળાજી આશ્રમ ચાર રસ્તા નજીક બે ઇકોમાંઆવેલા લોકોએ પોલીસની જીપને રોકી પ્રેમીયુગલના અપહરણનો પ્રયાસ કરી પોલીસ પર હુમલો કરતાં ભારે ચકચાર મચી હતી. પોલીસ જીપ પર હુમલો થતાં વધુ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચતા બે ઇકો અને બાઈક પર આવેલું ટોળું ફરાર થઇ ગયું હતું. શામળાજી પોલીસે ત્રણ શખ્સોને દબોચી લઇ 35 સામે નામજોગો ફરિયાદ નોંધી હતી. ભિલોડાના વાગોદારની યુવતી સુનોખના ભુપેન્દ્ર નવીનભાઈ તરાર સાથે પ્રેમમાં હોવાની જાણ યુવતીના પરિવારજનોને થતાં પરિવારે યુવતીના લગ્ન ઈટાડીના ધવલ મૂળાભાઈ પરમાર સાથે કરાવી દીધા હતા.

પોલીસ બંને પ્રેમી યુગલને જીપમાં સુનોખ મૂકવા જતી
દરમિયાન લગ્ન પછી યુવતી ગુમ થતાં યુવતીના પતિએ કોર્ટમાં ઘા નાખી અરજી કરતાં પોલીસે ગુમ પરિણીતાને શોધી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટમાં પરિણીતાએ પતિ સાથે રહેવાનો ઈન્કાર કરી તેના પ્રેમી સાથે રહેવા માંગતી હોવાનું જણાવતા અને તેમને જીવનું જોખમ હોવાથી કોર્ટમાં પોલીસ સુરક્ષાની માંગણી કરતાં કોર્ટે શામળાજી પોલીસને પરિણીતાને તેના પ્રેમી સાથે સુનોખ સુધી પોલીસ સુરક્ષા આપવાનો આદેશ કરતાં પોલીસ બંને પ્રેમી યુગલને જીપમાં સુનોખ મૂકવા જતી હતી.

પ્રેમી યુગલનો અપહરણનો પ્રયાસ
તે વખતે આશ્રમ ચોકડી નજીક બે ઇકોમાં ધસી આવેલા લોકોએ ઇકો પોલીસની જીપ આગળ આડી કરી દઈ પાછળથી અન્ય ઇકોએ ટક્કર મારી હતી અને બંને ઇકોમાંથી તેમજ બાઈક પર આવેલા શખ્સોએ સરકારી જીપમાં બેઠેલ પ્રેમી યુગલના અપહરણનો પ્રયાસ કરી પોલીસ પર હુમલો કરતાં પોલીસે શામળાજી પોલીસને જાણ કરતાં વધુ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચતા અપહરણકારો ફરાર થઇ ગયા હતા. પોલીસે ત્રણ શખ્સોને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અપહરણકર્તાઓ સામે ફરિયાદ નોંધાઇ
મહેશભાઇ બેચરભાઇ તરાર, અશ્વિનભાઇ અમૃતભાઇ કડવાભાઇ કડમ, રવિકુમાર, અરવિંદભાઇ તરાર, ભુપતભાઇ સરદારભાઇ તરાર, મુકેશકુમાર અરવીંદભાઇ તરાર, રસીકભાઇ ભુપતભાઇ તરાર, અજયભાઈ ભુપતભાઇ તરાર નિર્મલ ઉર્ફે વિમલકુમાર વિઠ્ઠલભાઇ તરાર, પરેશભાઇ જુજારભાઇ તરાર, અલ્પેશભાઇ દિનેશભાઇ તરાર, દશરથ ભાઇ કોદરભાઇ તરાર, પુંજારા સંજયભાઇ કાળાભાઇ, વિપુલભાઇ હિરાભાઇ તરાર, લખુબેન ભુપતભાઇ તરાર, યોગેશભાઇ બેચરભાઇ તરાર, ભરતકુમાર રામાભાઇ તરાર, ધર્મેન્દ્રકુમાર શંકરભાઇ તરાર, વિષ્ણુકુમાર ભુપતભાઇ ખાંટ, વક્તાજી નવાજી તરાર, મંગુબેન બેચરભાઇ તરાર, દિલીપભાઇ અમૃતભાઇ કડમ, મેહુલભાઇ ચંદુભાઇ કડમ (તમામ રહે.વાગોદર તા.ભિલોડા), રસીકભાઇ ભુપતભાઇ તરાળનો સાળો (રહે.લાલપુર),જશીબેન ફતાજી ખાંટ (રહે.મેઢાસણ તા.મોડાસા), જાલીબેન કિશનભાઇ ખાંટ (રહે.ભવાનપુર તા.ભિલોડા), સેજલબેન રમેશભાઇ (રહે.શામળપુર તા.ભિલોડા),)બિપીનકુમાર દિનેશભાઇ ચાવડા , ચૌહાણ મયંકકુમાર (બંને રહે.ગડાદર તા.ભિલોડા), અવિનાશભાઈ બળવંતભાઇ, અંકિતકુમાર શકરાભાઇ તરાર, રાહુલકુમાર બળવંતભાઇ તરાર (ત્રણે રહે.જાલીયા તા.ભિલોડા, સાહિલકુમાર ઘોડાવાળો (રહે.ગડાદર તા.ભિલોડા), રાજુભાઈ ( રહે.સુનોખ), કિશનભાઇ કનકાભાઇ ખાંટ (રહે.ભવાનપુર તા.ભિલોડા), વિજયસિંહ પુંજેસિંહ ખાંટ (રહે.પહાડપુર તા.મોડાસા)

આ ત્રણ આરોપીઓ શામળાજી પોલીસે પકડ્યા
1. મહેશભાઇ બેચરભાઇ તરાર (29)
2. અશ્વિનભાઇ કડવાભાઇ કડમ (23)
3. રવિકુમાર અરવિંદભાઇ તરાર(19) તમામ રહે. વાગોદર તા. ભિલોડા

અન્ય સમાચારો પણ છે...