શામળાજી હાઇવે પર ભવાનપુર નજીક વળાંકમાં બાઇક સ્લીપ થતાં બાઇક પાછળ બેઠેલા શામળાજીના યુવકનું ઘટનાસ્થળે મોત થયુ હતું. બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો. શામળાજી પોલીસ સ્ટેશન પાછળ કટારા ફળિયામાં રહેતા વનરાજ ગોવિંદભાઈ તેમના પિતરાઇ ભાઇ વિશાલ વિનોદભાઇ સાથે બાઇક લઇકામકાજ અર્થે નીકળ્યા હતા.
મોડાસા તરફથી પરત ફરતી વતખે ભવાનપુર પાસે વળાંકમાં બાઇકચાલક વનરાજે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા રોડ પર પટકાતાં બાઇક પાછળ બેઠેલા વિશાલભાઇ નામના યુવકના શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે મોત થયું હતું અને બાઇક ચાલક વનરાજને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માતની ઘટનાની જાણ શામળાજી પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.