મંજૂરી:શામળાજી મંદિરમાં લાઇટ એન્ડ શો માટે 5 કરોડ ફાળવ્યા

શામળાજી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપતાં આનંદ

શામળાજી મંદિરમાં હવે જન્માષ્ટીને તડામાર તૈયારીઓ કરી દેવાઇ છે. જેમાં હવે રાજ્ય સરકાર દ્વારા મંદિરમાં લાઇટ એન્ડ શો નું આયોજન કરવા 5 કરોડ ફાળવતાં પંથકની પ્રજામાં આનંદ છવાયો છે. શામળાજી મંદિરમાં હવે જન્માષ્ટીને લઈ તૈયારીઓ શરુ કરાઇ છે. ભગવાન શામળીયાના મંદિરે આ દિવસે ગુજરાત અને રાજસ્થાનના ભક્તો મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. આ તૈયારીઓ પહેલા જ શામળાજી મંદિરમાં હવે વધુ એક સુંદરતા ઉમેરાશે.

મંદિર પરિસરમાં લાઈટ અને સાઉન્ડ શો (Light and sound show) નુ આયોજન કરવાની વ્યવસ્થા ઉભી કરાશે. રાજ્ય સરકારે આ માટે પાંચ કરોડ રુપિયા ફાળવી આપ્યા છે. શામળાજી મંદિર માટે આ ભેટ માટે ગુજરાત સરકારે (Government of Gujarat) સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેને લઈ હવે શામળાજી મંદિરને આ ભેટને લઈ જાણકારી પ્રવાસન અને યાત્રાધામ વિકાસ પ્રધાન પૂર્ણેશ મોદીએ આપ્યા હતા. શામળાજી મંદિર ટ્રસ્ટગણે રાજ્ય સરકાર અને પ્રધાન પૂર્ણેશ મોદીનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...