યુવા પરિવર્તન યાત્રા અરવલ્લીમાં પ્રવેશી:ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા નીકળેલી યુવા પરિવર્તન યાત્રાનું મોડાસામાં સ્વાગત કરાયું; યુવાઓ દ્વારા ભવ્ય બાઇક રેલી યોજાઈ

અરવલ્લી (મોડાસા)10 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે, તેમ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે અવનવા કાર્યક્રમો યોજાય છે. ત્યારે આજે કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા અરવલ્લી જિલ્લામાં પ્રવેશી હતી. જ્યાં મોડાસાના ગાઝણ ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગાઝણ ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
અંબાજીથી ઉમરગામ સુધીની પ્રદેશ યુવા કોંગ્રેસની પરિવર્તન યાત્રા આજે બીજા દિવસે અરવલ્લીમાં પ્રવેશી હતી. મોડાસાના ગાઝણ ખાતે આ યાત્રા આવી પહોંચતાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર અને બાયડના ધારાસભ્ય જસુભાઈ પટેલ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કામલેન્દ્રસિંહ પુવાર તેમજ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ નિશ્ચલ પટેલ, યાત્રાના ઇન્ચાર્જ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ અધ્યક્ષ હરપાલસિંહ ચુડાસમા અને ગુજરાત યુવક કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઇન્દ્રવીજસિંહ સોલંકી મુખ્ય અતિથિ તરીકે યાત્રામાં જોડાયા હતા. આ યાત્રામાં યુવાનો દ્વારા ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી અને આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સરકાર આવશે તો રાહુલ ગાંધીના વચનો તાત્કાલિક પૂર્ણ કરાશે. ખાસ યુવાઓને રોજગારીનું કામ જેમાં 10 લાખ યુવાનોને નોકરી અપાશે અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરાશે એમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...