માલપુર મામલતદાર દ્વારા રેવન્યુ તલાટી બી એલ ચૌધરીને મામલતદાર માલપુર નામના ટ્વીટર પર દૈનિક 10 ફોલોવર્સ વધારવા લેખિત આદેશ કર્યો છે, અને જો દિવસમાં જેટલા ફોલોવર્સ અનફોલો કરે તો બીજા દિવસના જે દસ ફોલોવર્સ વધારવાનો ટાર્ગેટ ઉપર વધારાના ફોલોવર્સ કરવા એવો આદેશ કરતો મેસેજ સોશીયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ બાબતને લઈ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી હતી. કેટલાક આ બાબતના તજજ્ઞોએ ઓફ ધ રેકોર્ડ જણાવ્યું હતું કે, ટ્વિટરના ફોલોવર્સ વધારવા આવી કોઈ સૂચના તંત્ર તરફથી આપવામાં આવતી નથી કે અપાય પણ નહીં.
સરકારી સેવાઓ જનતા સુધી પહોંચે એટલા માટે આદેશ આપ્યો- મામલતદાર
ત્યારે આજે માલપુર મામલતદારને આ બાબતે પૂછતાં પોતાનો સ્વ બચાવ કરતા જણાવ્યું હતું કે સેવાસેતુ જેવા કાર્યક્રમોમાં જે યોજનાઓનો લાભ મળતો હોય છે એ વિશે લોકોને ખ્યાલ હોતો નથી અને ટ્વીટર હેન્ડલ એક આવુ માધ્યમ છે કે એક વખત એ ફોલોવર્સ બને તો કાયમી સરકારની વિવિધ યોજના વિશે પબ્લિકને માહિતી મળતી રહે અને કચેરીમાં દરરોજ અરજદારો આવતા હોવાથી એ લોકોમાંથી ફક્ત 10 ફોલોવર્સ બનાવે તો પણ યોજનાકીય માહિતી જનતા સુધી પહોંચી શકે આવું જણાવી પોતાનો બચાવ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.