આયોજન:ભિલોડાના મઉ છાપરાની મહિલાઓને ખાદ્યચીજો બનાવવા તાલીમ અપાઇ

મોડાસા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લી જિલ્લા બાગાયત વિભાગ દ્વારા આયોજન હાથ ધરાયું

ભિલોડા તાલુકાના મઉછાપરામાં જિલ્લા બાગાયત વિભાગ દ્વારા એચ આર ટી 5 યોજના અંતર્ગત બે દિવસીય મહિલા તાલીમ વર્ગનું આયોજન કરાયું હતું. જેમાં 97 મહિલાઓને ખાદ્ય ચીજો બનાવવા અંગે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી

નાયબ બાગાયત નિયામકની કચેરીઅરવલ્લી દ્વારા રાજ્ય સરકારની એચ.આર.ટી-૫ યોજનામાં બાગાયત ખાતામાં ફળ અને શાકભાજીની જાળવણી અને તાલીમ કાર્યક્રમ માટેની યોજનામાં મહિલા તાલીમાર્થીઓને વૃતિકા સ્ટાઇપેન્ડ 100 % મહિલા સશક્તિકરણ અને પોષણ અભિયાનના ભાગરૂપે તાલીમાર્થીઓને તાલીમ આપવાની યોજના અંતર્ગત ભિલોડાના મઉ(છાપરા) ગામની 97 મહિલાઓને બે દિવસીય તાલીમ અપાઇ હતી.

જેમાં મહિલાઓ દ્વારા રસપૂર્વક તાલીમ વર્ગમાં ભાગ લીધો હતો. બાગાયતી પાકોની વિવિધ કેનિંગની બનાવટો પોતાની જાતે બનાવવા અંગેની તાલીમ આપવામાં આવી હતી જેમાં તાલીમના માધ્યમથી હાજર રહેલ મહિલા તાલીમાર્થીઓને લીંબુ શરબત, ગુલાબનું શરબત, દૂધીનો હલવો અને અન્ય બનાવટો, ટોમેટો કેચપ જેવી વિવિધ બનાવટોની તાલીમ તેમજ પ્રેક્ટીકલ અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...