માલપુરના અણિયોરના વાલ્મીકિ વાસમાં પીવાના પાણીના પ્રશ્ને મહિલાઓ અને નાના બાળકોએ ધનસુરા માલપુર હાઇવે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરિણામે અડધો કલાક સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી. વાલ્મિકી સમાજના અગ્રણી લાલજી ભગતે જણાવ્યું કે મહિલાઓને છેલ્લા કેટલાય સમયથી પાણી માટે એક કિલોમીટર દૂર ભટકવુ પડે છે.
શનિવારે મહિલાઓ બાળકો અને પુરૂષો મોટી સંખ્યામાં એકઠા થઈને પાણીના ખાલી ઘડા અને બેડા જેવા વાસણો સાથે અણિયોરમાંથી પસાર થતાં ધનસુરા માલપુર હાઇવે ઉપર ઉતરી આવ્યા અને પાણી આપવાની માગણી સાથે રસ્તા વચ્ચે બેસી ચક્કાજામ કર્યો હતો.
અડધો કલાક સુધી ચકકાજામ થતાં વાહનોની લાંબી કતારો લાગી હતી. વાલ્મિકી સમાજના લાલજી ભગતે અને વાલ્મીકિ ફળીના આગેવાનોએ જણાવ્યું કે વાલ્મીકિ વાસમાં માત્ર એક હેડ પંપ છે તે પણ બંધ પડ્યો છે. બોરમાં પાણી પણ નથી અને નલ સે જલ યોજના અંતર્ગત વાલ્મિકી સમાજના ઘેર પાણીના નળ મૂકાયા છે. પરંતુ આજ સુધી તેમાં ટીપું આવ્યુ નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.