વિજવિભાગની બેદરકારી:માલપુર રોડ પર રહેણાક વિસ્તારમાં નમી પડેલ વિજપોલ અને વિજતાર લટકતી હાલતમાં, જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?

અરવલ્લી (મોડાસા)14 દિવસ પહેલા

ઘણી વખત વીજ વિભાગની બેદરકારીના કારણે કેટલાય લોકોના જીવ ગયા છે. ત્યારે વધુ એક વખત માલપુરના રુઘનાથપુર રોડ પર આવેલ વસાહતમાં વીજ વિભાગની બેદરકારી સામે આવી છે. માલપુરના રુઘનાથપુર રોડ પર શ્રમિકોની વસાહત આવેલી છે. આ ગરીબ વસાહત પાસે એક જીવંત લાઇન સાથે વિજપોલ આવેલો છે. આ વિજપોલ છેલ્લા 6 માસથી નમી પડેલ હાલતમાં છે.

નાના ભૂલકાઓ તેની નીચે રમતાં હોય છે
સ્થાનિકોએ આ નમી પડેલ વિજપોલને ટેકો આપીને ટકાવી રાખ્યો છે. એટલુ જ નહીં વિજતાર પણ લટકતી હાલતમાં છે. વિજપોલ પાસે આવેલ ઝાડમાંથી આ જીવંત વિજતાર પસાર થાય છે. આજુ બાજુ ગીચોગીચ ગરીબોના આવાસો આવેલ છે. રોજના હજારો રાહદારીઓ અને વાહન ચાલકો પણ ત્યાંથી પસાર થાય છે. નાના ભૂલકાઓ પણ ત્યાં રમતા હોય છે અને આવી નબળી સ્થિતિમાં ઉભા રહેલા વિજપોલ કે વિજતાર તૂટી પડે તો મોટી હોનારત થવાની સંભાવના છે. ત્યારે આવા નમી પડેલ વિજપોલ અને લટકતા વિજતાર રીપેર કરવામાં આવે એ જરૂરી બન્યુ છે.

અન્ય સમાચારો પણ છે...