વિવાદ:મોડાસામાં ખાટલા ઓછા કેમ આપ્યા સાળા-બનેવીને મારમાર્યો

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માલપુરના 3 શખ્સોએ કારના કાચ પણ તોડી નાખ્યા

મોડાસામાં ન્યૂ એપોલો એગ્રીકલ્ચર એન્ડ પાઇપ પલંગ હાઉસ નામની દુકાનમાં ખાટલા ઓછા કેમ આપ્યા છે કહી વેપારી અને તેના સાળાને માલપુરના 3 શખ્સોએ મારતાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાંફરિયાદ નોંધાઇ છે. આ ત્રણ શખ્સોએ વેપારીના કારના આગળના ભાગનો કાચ તોડી નાખ્યો હતો. ન્યૂ એપોલો એગ્રીકલ્ચર એન્ડ પાઇપ પલંગ નામની દુકાન ધરાવતા અઝરુદ્દીન અનવર હુસેન લુહાર દુકાન પર બેઠા હતા.

દરમિયાન માલપુરના સિરાજભાઈ લુહાર આવીને કહેવા લાગ્યા કે તમે ખાટલા કેમ ઓછા મોકલાવ્યા છે કહી વેપારીને મારતાં બાજુમાંથી વેપારીના સાળા તારીક સમસુદ્દીન લુહાર દોડી આવતા તેને પણ ગડદાપાટુનો માર મરાયો હતો ત્રણ શખ્સોએ વેપારીની કારના આગળના કાચને પથ્થર મારી તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા વેપારી અઝરુદ્દીન અનવર હુસેન લુહાર રહે. તમન્ના પાર્ક સોસાયટી ડુગરવાડા રોડ મોડાસાએ ટાઉન પોલીસ સ્ટેશનમાં માલપુરના મહેબુબભાઇ ઉર્ફે ટપુ ઇમામુદ્દીન ભાઈ લુહાર, સોહેલ સિરાજભાઈ લુહાર તેમજ સિરાજભાઈ ઇમામુદ્દીન લુહાર તમામ રહે. કસ્બા વિસ્તાર માલપુર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...