સ્વાગત:કેરાલાથી પગપાળા હજ પઢવા જઇ રહેલા યુવાનનું મોડાસાના જીવણપુરમાં સ્વાગત

મોડાસા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસાના ટીંટોઇના સરપંચે સ્વાગત કરી હજ માટે શુભેચ્છાઓ પાઠવી

કેરાલાથી મક્કા મદીના પદયાત્રા દ્વારા હજ કરવા જઈ રહેલા યુવાનનું માલપુરમાં ભવ્ય સ્વાગત કર્યા બાદ તે પગપાળા ચાલીને શામળાજી ગોધરા નેશનલ હાઈવે ઉપર આવેલી વિશ્રામ હોટલમાં પહોંચતા મોડાસાના ટીંટોઈના મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને સરપંચ દ્વારા સ્વાગત કરી શુભેચ્છા પાઠવાઇ હતી.

કેરાલા થી મક્કા મદીના પદયાત્રા થકી હજ કરવા માટે નીકળેલા યુવાન શિહાબ છોતુરનું મોડાસાના જીવણપુરની શામળાજી ગોધરા નેશનલ હાઈવે ઉપર આવેલી વિશ્રામ હોટલ માં આરામ માટે રોકાતા ટીંટોઈ સરપંચ કાદરભાઈ અને મુસ્લિમ બિરાદરો દ્વારા તેમનું શાલ ઓઢાડી સ્વાગત કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...