ડેમોની સપાટીમાં ધટાડો!:અરવલ્લીમાં વરસાદે વિરામ લેતા ડેમોમાં પાણીની આવકમાં ઘટાડો, ગત વર્ષની તુલનાએ આજની તારીખે 20 ટકા ઓછી આવક

અરવલ્લી (મોડાસા)17 દિવસ પહેલા
 • મુખ્ય ડેમમાં ગત વર્ષની તુલનાએ ઘટાડો જોવા મળ્યો

હાલ ચોમાસાની સિઝન ચાલું છે, ત્યારે જિલ્લામાં ખબકેલ વરસાદના કારણે જિલ્લાની નદીઓમાં નવા નીરની આવક થઈ છે. જિલ્લાના મોટા ડેમોમાં પણ પાણીની સપાટીનું લેવલ વધવા લાગ્યું છે. જિલ્લાના મુખ્ય વાત્રક માઝૂમ અને મેશ્વો ડેમમાં આવકમાં વધારો જોવા મળ્યો હતો. ત્યારે જળાશયમાં પણ આવક થઈ છે. પણ બે દિવસથી વરસાદે વિરામ લેતા મેશ્વોમાં ફક્ત 440 ક્યુસેકની આવક વાત્રકમાં 45 ક્યુસેકની આવક માઝૂમમાં પણ 40 ક્યુસેકની આવક નોંધાઇ છે. એ જોતા ગત વર્ષની તુલનાએ 20 ટકા જેટલી ઓછી આવક છે.

જિલ્લાના ડેમોની સ્થિતિની જો વાત કરીએ તો...

1. વાત્રક ડેમ

 • મુખ્ય સપાટી: 136.25 મીટર
 • હાલ ની સપાટી: 128.96 મીટર
 • ડેમમાં હાલનો કુલ જથ્થો: 24 %

2. માઝૂમ ડેમ

 • મુખ્ય સપાટી: 157.10 મીટર
 • હાલની સપાટી: 153.67 મીટર
 • ડેમમાં હાલનો કુલ જથ્થો: 41 %

3. મેશ્વો ડેમ

 • મુખ્ય સપાટી: 214.50 મીટર
 • હાલની સપાટી: 209.40 મીટર
 • ડેમમાં હાલનો કુલ જથ્થો: 41 %

4. વૈડી ડેમ

 • મુખ્ય સપાટી: 199.20 મીટર
 • હાલની સપાટી: 196.42 મીટર
 • ડેમમાં પાણીનો કુલ જથ્થો: 42.52 %

આમ હાલની સ્થિતિએ જિલ્લાના મુખ્ય ડેમમાં ગત વર્ષની તુલનાએ ઘટાડો જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...