લોકશાહી પર્વ:શામળાજીના મેળામાં યોજાયેલા મતદાન જાગૃતિ અભિયાનમાં મતદારોએ મતદાન કરવા પ્રતિજ્ઞા લીધી

મોડાસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રદ્ધાળુઓને મતદાન વિષે માહિતી, માર્ગદર્શન માટે મલ્ટિમીડિયા ફોટો પ્રદર્શન

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, ક્ષેત્રિય કાર્યાલય, પાલનપુર તથા પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદ દ્વારા પ્રસિદ્ધ શામળાજી મેળામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત પાંચ દિવસીય ફોટો પ્રદર્શન તેમજ લોકસંપર્ક કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન અસંખ્ય મતદારોએ મતદાન કરવા પ્રતિજ્ઞા લીધી હતી.

જેનું ગુરુવારે સમાપન કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતેના મેળામાં આવતા શ્રદ્ધાળુઓને મતદાર જાગૃતિ વિષે માહિતી તેમજ માર્ગદર્શન પૂરું પાડવા માટે વિષેશ મલ્ટિમીડિયા ફોટો પ્રદર્શનની સાથે જન જાગૃતિ રેલી, તજજ્ઞોના વક્તવ્યો, ચિત્ર સ્પર્ધા, સૂત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, પ્રશ્નમંચ સ્પર્ધા, નાગરિકો ના પ્રતિભાવો, વયોવૃદ્ધ મતદારો નું સન્માન, મનોરંજક નાટકો સાથે વિવિધ પ્રવૃત્તિઓનું પાંચ દિવસ દરમિયાન યોજાયેલ મેળામાં આયોજન કરવામાં આવ્યું હતુંકેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા આ પ્રવુતિઓ માં ભાગ લેનાર દર્શકો ને અનેમલ્ટિમીડિયા ફોટો પ્રદર્શન નિહાળવા આવનાર અને વિવિધ પ્રવુતિઓ માં ભાગ લેનાર દર્શકો ને ખાસ મતદાર પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવ્યા હતા.

આ સાથે સાથે ફોટો પ્રદર્શન કાર્યક્રમનું ખાસ આકર્ષણ મતદાર સેલ્ફી પોઇન્ટ નો પણ દર્શકો એ લાભલીધો હતો સાથે જ મતદાર જાગૃતિનો સંદેશો આપતા વિવિધ માહિતીસભર સાહિત્યનું વિતરણ પણ સ્ટોલ પર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પબ્લિસિટી ઓફિસર જે. ડી ચૌધરીએ જણાવ્યું હતું કે આ વખતે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં આ વખતે પ્રથમવાર મતદાન કરતા નવયુવાન ઉત્સાહ સાથે ચૂંટણીમાં ભાગીદાર બની મોટા પાયે મતદાન કરે એ માટે મતદાતા જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું

અન્ય સમાચારો પણ છે...