ભિલોડાના ઓઢ ગામે બિસમાર રસ્તાના પ્રશ્ને ગ્રામજનોએ રસ્તા વચ્ચે બેસીને શ્રીરામ જયરામ જય જય રામની રામધૂન બોલાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતું કે ઓઢથી બોરનાલ સુધી 4 કિમી રસ્તો ખરાબ હોવાના કારણેગામમાં આવતી કાયમી 6 એસટી રૂટની બસો ખરાબ રસ્તાના કારણે બંધ થઈ ગઈ હોવાથી વિદ્યાર્થીઓ અને ગ્રામજનો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
રસ્તો ખખડધજ થઈ ગયો હોવાથી ત્યાંથી પસાર થવામાં વાહનચાલકો અને ખેડૂતોને તેમજ વિદ્યાર્થીઓને મોટી મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હોવાથી તેમજ બીમાર દર્દીઓને સારવાર માટે લઈ જવા માટે ચોમાસાની ઋતુમાં ગ્રામજનોની કફોડી હાલત થતી હોવાથી તંત્રની આંખ ઊઘડે તે માટે કામનોએ શનિવારે મોટી સંખ્યામાં એકઠા થઈને રસ્તા વચ્ચે બેસીને ને રામધૂન બોલાવી હતી. ગ્રામજનોએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા રસ્તાને પાકો બનાવવામાં નહીં આવે તો ગ્રામજનોએ વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.