અરવલ્લીમાં વીજવિભાગની બેદરકારી:મેવડા ગામે વિજપોલ અને વીજડીપી પર જથ્થાબંધ વેલાનું સામ્રાજ્ય; પ્રજાજનોને અંધારપટ વેઠવાનો વારો

અરવલ્લી (મોડાસા)25 દિવસ પહેલા

ચોમાસા દરમિયાન દરેક વિભાગ દ્વારા કોઈ જાનહાનિ કે અન્ય કોઈ નુકસાન ના થાય એ માટે પ્રિ મોન્સૂન કામગીરી કરવાની હોય છે, ત્યારે માલપુરના મેવડા ગામે વીજ વિભાગની બેદરકારી સામે આવી છે.

અરવલ્લી જિલ્લાના માલપુરના મેવડા ગામે વીજ વિભાગની બેદરકારી સામે આવી છે. વીજ વિભાગ દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવાની હોય છે એ થતી નથી. જેના કારણે જનતાને ક્યારેક અંધારપટ વેઠવો પડે છે. ત્યારે માલપુરના મેવડા ગામે વીજ વિભાગ દ્વારા વીજપોલ અને વીજ ડીપી પર લાગેલા પુષ્કળ વેલા અને જાડી જાખરા સાફ કરાવ્યા નથી. જેના કારણે આખો વિજપોલ અને વીજ ડીપી ઢંકાઈ જાય છે, ત્યારે કર્મચારીઓને કામગીરી કરવામાં પણ મુશ્કેલી વેઠવી પડે છે. જેના કારણે ઘણી વખત શોર્ટસર્કિટ સર્જાય છે અને સમગ્ર વિસ્તારમાં ભારે અંધારપટ છવાઈ જાય છે, ત્યારે આ વેલા જાળી ઝાંખરા હટાવીને વીજ પુરવઠો રેગ્યુલર મળે એવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...