વિજતંત્ર કુંભકર્ણની નિંદ્રામાં:મેઘરજમાં 20 દિવસથી ધરાસાઇ થયેલ વિજપોલ હજુ એજ સ્થિતિમાં, ખેડૂત પરિવાર અંધારામાં રહેવા મજબૂર

અરવલ્લી (મોડાસા)13 દિવસ પહેલા
  • અંધકારને કારણે વિદ્યાર્થીઓના ભણતરમાં માઠી અસર

વરસાદની સિઝનમાં ભારે પવન અને વવાજોડાના કારણે વિજપોલ વૃક્ષ અને મકાનો ધરાશઇ થતા હોય છે. પરંતુ ઝડપથી તેનું રેસ્ક્યુ કરી અને જે તે વિભાગના કર્મચારીઓ દ્વારા તેને પૂર્વવત કરવામાં આવે છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના લીંબોદરા ગામમાં એક નાના ખેડૂતના ઘર આગળનો વિજપોલ 20 દિવસથી વરસાદમાં પડી ગાયો છે. ત્યારે આજે પણ એ વિજપોલ જૈસે થેની સ્થિતિમાં છે.

વિદ્યાર્થીઓ રાત્રે ગૃહકાર્ય કરી શકતા ન હોવાથી તેમના ભણતર પર અસર
લીંબોદરા ગામે રહેતા એક ખેડૂતના ઘર પાસેનો વિજપોલ કે જેમાંથી એ ખેડૂતના ઘરનું વીજ કનેક્શન છે. ત્યારે 20 દિવસ અગાઉ આ વિજપોલ વાવાજોડા સાથેના વરસાદમાં ચાલુ લાઈને ધરાશઇ થયો હતો. ત્યારબાદ વીજ વિભાગને જાણ પણ કરી છે. પરંતુ વિજતંત્રની નબળી કામગીરીના કારણે આ વિજપોલ હજુ સુધી ઉભો કરાયો નથી. એ તુટેલા વિજપોલ સાથે વિજતાર પણ એજ સ્થિતિમાં છે. ત્યારે ખેડૂત પરિવાર સતત 20 દિવસની અંધારામાં સમય વિતાવે છે. ગરીબ વિદ્યાર્થીઓ રાત્રે ગૃહકાર્ય પણ કરી શકતા ન હોવાથી તેમના ભણતર પર અસર પડી રહી છે.

વિજપોલ ઉભો કરી વિજપ્રવાહ ચાલુ કરે એવી ખેડૂતે માંગ કરી
ખેડૂતે વધારેમાં જણાવ્યું હતું કે, વિજ બીલની ઉઘરાણી સમયે અને વિજ ચેકિંગની કામગીરીમાં તો વિજ તંત્ર ગાડીઓ ભરી ભરીને માણસો મોકલે છે. પણ જ્યારે લાઈન ફોલ્ટ, વિજપોલ ઉભા કરવાનાં હોય ત્યારે માણસો નથી ના ગાણા વિજતંત્ર ચાલુ કરી દે છે. ત્યારે વિજતંત્ર કુંભ કર્ણની નિંદ્રામાંથી જાગે અને પડી ગયેલ વિજપોલ ઉભો કરી વિજપ્રવાહ ચાલુ કરે એવી ખેડૂતે માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...