વીડિયો વાયરલ:ભિલોડામાં GEBના નોનયુઝ મકાનમાં જ કર્મી રંગરેલિયા મનાવતો; બિસમાર મકાનમાં પંખા સહિતની સુવિધાઓ ઉભી કરી હતી

મોડાસા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજ કંપનીના મકાનમાં છેલ્લા કેટલાય સમયથી GEBનો કર્મી સ્ત્રીઓને લાવી રંગરેલીયા મનાવતો હોવાની આસપાસના રહીશોમાં બૂમ ઉઠી હતી

ભિલોડાના ઇડર રોડ ઉપર આવેલા વીજ કંપનીના નોનયુઝ મકાનમાં પરસ્ત્રી સાથે રંગરેલીયા મનાવતો હોવાનો જીઇબીના કર્મચારીનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. આ કર્મચારી છેલ્લા કેટલાય સમયથી પર સ્ત્રીઓને અહીં લાવી રંગરેલીયા મનાવતો હોવાથી સ્થાનિક રહીશો તેનાથી તોબા પોકારી ઉઠ્યા હતા અને તેમણે જાગૃત લોકોને જાણ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

ભિલોડામાં કર્મચારીનો પરસ્ત્રી સાથેનો રંગરેલીયા મનાવતો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં વિડીયો જિલ્લાના વીજ કર્મીઓમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. ભિલોડામાં વીજ કંપનીના મકાનમાં છેલ્લા કેટલાય સમયથી કર્મચારી સ્ત્રીઓને લાવીને રંગરેલીયા મનાવતો હોવાની આજુબાજુના રહીશોમાં બૂમ ઉઠી હતી. વીજ કંપનીના ક્વાર્ટરમાં રહેતા જાગૃત લોકો આ કર્મી ઉપર બાજ નજર રાખી રહ્યા હતા.

દરમિયાન આ કર્મચારી શુક્રવારે પરસ્ત્રીને લઈને ખંડેર મકાનમાં રંગરેલિયા મનાવતો હોવાની લોકોને જાણ થતાં તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે વીજ કંપનીના નોનયુઝ મકાનમાં સુવિધા માટે પંખા અને પાણી તેમજ ખુરશી જેવી વ્યવસ્થા પણ નોનયુઝ મકાનમાં હોવાનું વીડિયોમાં વાયરલ થતાં લોકો પણ અચંબામાં પડી ગયા હતા વાયરલ વિડીયો ભિલોડાનો છે કે કેમ તે તપાસનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...