મતદાર જાગૃતિ:શામળાજી મેળામાં મતદાન જાગૃતિ અભિયાનમાં વિવિધ કાર્યક્રમ યોજાયા

મોડાસા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય સંચાર વિભાગ દ્વારા વધુ મતદાન માટે મતદાતા શપથ, ઇનામ વિતરણ, મતદાર જાગૃતિનો સંદેશો આપતા સાહિત્યનું વિતરણq

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને અનુલક્ષીને ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો ક્ષેત્રીય કાર્યાલય, પાલનપુર દ્વારા પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મેળામાં આયોજિત મતદાર જાગૃતિ કાર્યક્રમ પાંચ દિવસીય ફોટો પ્રદર્શન તેમજ લોકસંપર્ક કાર્યક્રમમાં મેળામાં આવતા શ્રદ્ધાળુઓને મનોરંજન સાથે માહિતી તેમજ માર્ગદર્શન પૂરું પાડવા વિવિધ મતદાન જાગૃતિ કાર્ય હાથ ધરાયુ છે. શામળાજી ખાતે કલેક્ટર દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. મતદાર જાગૃતિ માટે આયોજિત આ કાર્યક્રમમાં છેલ્લા બે દિવસથી કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા વિવિધ લોકજાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરાઈ રહ્યું છે.

જેમાં મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે કાર્યક્રમ સ્થળના મંચ પરથી વિવિધ સ્પર્ધાનું આયોજન કરી ઇનામ વિતરણ, મતદાતા શપથ, મતદાર જાગૃતિનો સંદેશો આપતા વિવિધ માહિતીસભર સાહિત્યનું વિતરણ, નિષ્ણાત તજજ્ઞોનું ઉદબોદન સાથે જ મનોરંજક નાટકો તેમજ કાર્યક્રમ માં આવતા દર્શકોના પ્રતિભાવો પણ લેવામાં આવે છે.વિશેષમાં આ વખતે ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં વધારેમાં વધારે મતદારો પોતાની ભાગીદારી નોંધાવે એ માટે મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાત દ્વારા લોકશાહીનો અવસર અભિયાન શરૂ કર્યું છે. જેમાં ખાસ આ વખતે પ્રથમવાર મતદાન કરતા નવયુવાન ઉત્સાહ સાથે ચૂંટણીમાં ભાગીદાર બની મોટા પાયે મતદાન કરે એ માટે મતદાતા જાગૃતિ અભિયાન ખૂબ જ બહોળા પ્રમાણમાં આયોજનબદ્ધ રીતે ચલાવવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...