મોડાસામાં વરસાદે તારાજી સર્જી:ઉમેદપુર નદીમાં રાત્રી દરમિયાન ખાબકેલ ભારે વરસાદના કારણે ડીપ ઉપરથી પાણી વહ્યા; પુલ બનાવવાની ઉઠી માગ

2 મહિનો પહેલા

અરવલ્લી જિલ્લામાં ખાબકેલ સાર્વત્રિક વરસાદ અને ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે જિલ્લાની તમામ નદીઓમાં નવા નીરની આવક થઈ છે, ત્યારે મોડાસાના દધાલિયા ઉમેદપુર રસ્તે ઉમેદપુર નદી પસાર થાય છે. તે નદી પર એક ગામથી બીજા ગામને જોડતા ડીપ ઉપર પાણી ભરાઈ જવાના કારણે લોકો તકલીફમાં મૂકાયા હતા.

તસવીરમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે ડીપ પરથી પાણી પસાર થઈ રહ્યા છે
તસવીરમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે ડીપ પરથી પાણી પસાર થઈ રહ્યા છે

વાહનચાલકોને ભારે હાલાકી
શામળાજી પંથક અને રાજસ્થાનમાં ખાબકેલ વરસાદને કારણે ઉમેદપુર નદી બે કાંઠે વહી છે. નવા નીરના કારણે બે ગામને જોડતો ડીપ ભરાઈ જવા પામ્યો હતો. જેના લીધે આવતા જતા તમામ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

15થી વધુ ગામો સંપર્ક વિહોણા
દર વર્ષે ત્રણ ચાર ઇંચ વરસાદમાં જ ડીપ ઓવરફ્લો થાય છે. ત્યારે બંને તરફ ના 15થી વધુ ગામનો સંપર્ક કપાઈ જાય છે. ગ્રામજનોએ અનેક વખત તંત્ર માં રજુઆત કરી છે, પણ તંત્રના બહેરા કાને ગ્રામજનોની વાત સંભળાતી નથી, ત્યારે આ નદી પર પુલ બને એવી સ્થાનિકોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...