ધમકી:શામળાજી ST ડેપોના ઇન્ચાર્જ TCના ભાઇને બે મહિલાઓએ લાફા ઝીંક્યા

મોડાસા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભિલોડાના ધંબોલીયામાં ફરિયાદ પાછી ખેંચવા મામલે મારામારી

ભિલોડાના ધંબોલીયામાં મહિલા આવી શામળાજી એસટી ડેપોના કંટ્રોલર ઇન્ચાર્જના ભાઇને કહેવા લાગી કે મારા પતિ ઉપર કરેલી ફરિયાદ પાછી ખેંચાવી લો જો નહીં ખેંચો તો વારંવાર હુમલા કરીશું તેમ કહી કંટ્રોલરના ભાઇના શર્ટના બટન તોડી નાખી બે મહિલાઓએ લાફા ઝીંકી મારી નાખવાની ધમકી આપતાં શામળાજી પોલીસ સ્ટેશનમાં 3 મહિલાઓ સહિત 4 વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

શામળાજી એસટી ડેપોમાં ટ્રાફિક કંટ્રોલર ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા મહિપાલસિંહ રાઠોડ, તેમના ભાઈ મહેન્દ્રસિંહ અને તેમના ભાઈના દીકરા જયપાલસિંહ સાંજે ઘરે હતા. તે દરમિયાન સંગીતાબેન ડામોર અને ગીતાબેન ડામોર ત્યાં આવીને કહેવા લાગ્યા હતા કે તમે મારા પતિ મનોજભાઇ ડામોર ઉપર પ્રજાપતિ મુકેશભાઈ પાસે કેમ ફરિયાદ કરાવી છે તેમ કહી અપશબ્દો બોલી મહિલા કહેતી હતી કે મારા પતિ ઉપર કરેલી ફરિયાદ પાછી ખેંચી લો નહીં ખેંચો તો તમારી ઉપર વારંવાર હુમલા કરીશું તેમ કહી મહેન્દ્રસિંહના શર્ટના બટન તોડી નાખી લાફા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપતાં મહિપાલસિંહ જશવંતસિંહ રાઠોડે શામળાજી પોલીસ સ્ટેશનમાં સંગીતાબેન મનોજભાઈ ડામોર, ગીતાબેન રાજુભાઇ ડામોર, જીવીબેન જેમાભાઇ ડામોર અને રાજુભાઈ સોનાભાઇ ડામોર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...