ઉઠાંતરી:મોડાસામાં જ્વેલર્સની દુકાનમાંથી 1.28 લાખની બે વીંટીની ઉઠાંતરી

મોડાસા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠગ ટોળકી બે નકલી વીંટી મૂકી અસલી બે વીંટી લઇ ફરાર

મોડાસામાં મુખ્ય બજારમાં આવેલી સોની સુભાષચંદ્ર દ્વારકાદાસ જ્વેલર્સ નામની દુકાનમાં પુરુષ,મહિલા અને સગીરાએ સોનાની રૂ. 14,600ની વીંટીની ખરીદી કરી કળા કરી 2 સોનાની વીંટી કિં. 1.28 લાખની ચોરી કરી પોતાની પાસે રહેલી બે નકલી વીંટી મૂકી પલાયન થઈ જતાં વેપારીએ અજાણ્યા પુરુષ, મહિલા અને સગીરા વિરુદ્ધ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.

મોડાસાની મુખ્ય બજારમાં જ્વેલર્સની દુકાન ધરાવતા જીગરકુમાર સુભાષચંદ્ર સોની બે દિવસ અગાઉ સાપુતારા તરફ ફરવા ગયા હતા દરમિયાન તેમની દુકાને 22 મે 11:30 કલાકે પુરુષ, મહિલા અને સગીરા આવ્યા હતા અને તેમણે વીંટી જોવાનું કહેતા જ્વેલર્સના મેનેજર ભાવેશકુમાર પુવારે વીંટી બતાવવાનું શરૂ કર્યું હતું.

દરમિયાન આ ગઠિયા ટોળકીએ મેનેજર અને સ્ટાફની નજર ચૂકવીને તેમની પાસે રહેલી બે જૂઠી વીંટી મૂકી 14600ની સોનાની વીંટી સોનલબેન એસ. પરમારના નામે ખરીદી કરી હતી. જો કે સાંજે મેનેજરે માલનો સ્ટોક મેળવતા તેમાં બે લેબર ટેગ વગરની વીંટી જોવા મળી હતી અને આ બંને વીંટીની કિંમત 1,28,600 થતાં મેનેજરે જ્વેલર્સના માલિકને જાણ કરતાં તેઓ પણ મોડી સાંજે દુકાન ઉપર દોડી આવ્યા હતા. આ અંગે જીગરકુમાર સુભાષચંદ્ર સોનીએ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.