મોડાસાના મહાદેવ ગ્રામની સીમમાંથી 48 હજારનો વિદેશી દારૂ લઈને ગાડીમાં પસાર થઈ રહેલા દહેગામ તાલુકાના સાણોદાના બે શખ્સોને પોલીસે ઝડપી પાડીને જેલ હવાલે કર્યા હતા.
મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક સફેદ કલરની ગાડી નંબર gj 13 એબી 43 32 માં વિદેશી દારૂ લઈને બે શખ્સો જીવણપુર બાકરોલ મહાદેવ ગ્રામ થઈને નીકળવા ના હોવાની માહિતીના આધારે પોલીસે ઉપરોકત રસ્તા ઉપર વોચ ગોઠવી હતી દરમિયાન ત્યાંથી પસાર થતી ગાડીને કોર્ડન કરીને ઝડપી પાડી હતી.
પોલીસે ગાડીની તલાશી લેતાં પાછલી સીટમાં વિદેશી વિદેશી દારૂની પેટી 7 બોટલ કોટડીયા નંગ 264 મળી આવ્યા હતા પોલીસે રૂપિયા 48 હજારનો વિદેશી દારૂનો જથ્થો અને અલટોગાડી સહિત કુલ રૂ 208000હજારનો મુદ્દામાલ કબજે લઇને મુકેશભાઈ મંગાજી ઠાકોર અને અલ્પેશભાઈ શંભુજી પરમાર બંને રહે સાણોદા ઇન્દીરાનગર તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર વિરુદ્ધ ગુનો નોંધીને વિદેશી દારૂ ભરી આપના જીતુભાઈ આર.એસ ની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.