કરૂણાંતિકા:લગ્ન મંડપ બાંધતી વેળાએ કરંટ લાગતાં બે પિતરાઈ ભાઈના મોત

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બાયડ તાલુકાના ગાબટ ગામના કિશનભાઇ અને ભલાભાઇ - Divya Bhaskar
બાયડ તાલુકાના ગાબટ ગામના કિશનભાઇ અને ભલાભાઇ
  • માલપુર તાલુકાના ઉભરાણ ગામમાં બનેલી ઘટના
  • બાયડના ગાબટ ગામના બે યુવાનો કૌટુંબિક બહેનના લગ્નનો મંડપ બાંધવા આવ્યા હતા, લોખંડનો થાભલો વીજ તારને અડકી જતાં કરંટ લાગ્યો

માલપુર તાલુકાના ઉભરાણમાં કૌટુંબિક બહેનના લગ્નમાં બાયડના ગાબટથી લગ્ન મંડપ બાંધવા આવેલા બે કૌટુંબિક ભાઈઓને વીજકરંટ લાગતા તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. લગ્ન મંડપ બાંધવા વખતે ઉભરાણમાં લોખંડની પાઇપ મુખ્ય વીજ લાઈન અટકી જતા 6 જેટલા મંડપના કારીગરને કરંટ લાગ્યો હતો. જેમાંથી બે યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે દેવીપુજક સમાજમાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઇ હતી. માલપુર તાલુકાના ઉભરાણમાં દેવીપૂજક સમાજની બે દીકરીઓના લગ્ન હોવાથી નજીકના બાયડ તાલુકાના ગાબટમાં રહેતા તેના કુટુંબી ભાઇઓ લગ્ન મંડપ બાંધવા માટે આવ્યા હતા.

દરમિયાન લગ્નમંડપ બાંધતા સમયે લોખંડની પાઈપોથી વીજ કંપનીના મેઈનલાઈનને અટકી જતા મંડપ બાંધી રહેલા 6 જેટલા લોકોને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં બાયડ તાલુકાના ગાબટ ગામના કિશનભાઇ દિનેશભાઈ દેવીપુજક અને તેનો પિતરાઈ ભાઇ ભલાભાઇ દેવીપુજકને કરંટ લાગતાં તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે આજુબાજુથી મંડપ બાંધતા યુવાનો અને પાડોશીઓ દોડી આવ્યા હતા. આ અંગે માલપુર પોલીસ સ્ટેશન જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...