છેલ્લા કેટલાક સમયથી મોડાસા શહેર જાણે તસ્કરો, ચેઇન સ્નેચરો માટે મોકળું મેદાન બની ગયું છે. છેલ્લા એક વર્ષમાં અનેક લૂંટ, ચોરી, ઘરફોડ ચોરી અને ચેન સ્નેચિંગની ઘટનાઓ બની છે. પોલીસ માટે પણ આવી ઘટનાઓ પડકાર જનક છે. ત્યારે આજે સવારે મોડાસા શહેરના ભરચક વિસ્તારમાં ચેન સ્નેચિંગનો નિષ્ફળ પ્રયાસ થયો છે.
મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલી દ્વારકાપુરી સોસાયટીમાં એક મહિલા આવી રહી હતી. ત્યારે બ્લેક કલરની બાઇક પર સવારે બે ઈસમો એકા એક ચાલુ બાઈકે મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેઇન તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મહિલા નમી જતા ચેઇન સ્નેચિંગનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.
આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ત્યારે ભરચક વિસ્તારમાં ધોળે દિવસે ચેઇન સ્નેચરોની હિંમત જોઈને લાગે કે જાણે તસ્કરોને તંત્રએ છૂટો દોર આપ્યો છે. છેલ્લા એક વર્ષમાં થયેલી ચેઇન સ્નેચિંગની ઘટનાઓ ઉકેલવામાં નિષ્ફળ પોલીસ તંત્ર હજુ કેટલા પડકારો જિલશે એ એક પ્રશ્ન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.