કારચાલકે અંબાજી જતા પદયાત્રીઓને કચડ્યા:કાલોલ સંઘના 7 પદયાત્રીનાં મોત, રસ્તા પર ચારેયબાજુ લાશો વિખેરાઈ; CMએ 4 લાખની સહાય જાહેર કરી

25 દિવસ પહેલા

અરવલ્લીના કૃષ્ણાપુર પાસે એક ગોઝારો અકસ્માત સામે આવ્યો છે, જેમાં એક ઇનોવા કારચાલકે ભાદરવી પૂનમે અંબાજી દર્શન જતા પદયાત્રીઓને કચડ્યા છે, જેમાં 7 લોકોનાં કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 9 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને હિમ્મતનગર સિવિલમાં ખસેડાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ડ્રાઈવર ગઈકાલે પુણેથી સતત 20 કલાકથી કાર ચલાવતો હતો. ચાલકની બેદરકારીના કારણે 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જો કાર ટોલ બુથના પિલ્લર સાથે અથડાઈ ન હોત તો મૃત્યુઆંક વધુ હોત.

ઈનોવા કારચાલકે ગંભીર રીતે પદયાત્રીઓને કચડ્યા.
ઈનોવા કારચાલકે ગંભીર રીતે પદયાત્રીઓને કચડ્યા.

મૃતકોના પરિવારજનોને રૂ.4 લાખની સહાયની જાહેરાત
આ ઘટના અંગે મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલા અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનારા યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય આપશે.

રસ્તા પર જ્યા જુઓ ત્યાં મૃતદેહો પડ્યા હતા.
રસ્તા પર જ્યા જુઓ ત્યાં મૃતદેહો પડ્યા હતા.

અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિ

 • જાદવ પંકજભાઈ રમણભાઈ- ઉંમર 23 વર્ષ
 • પ્રકાશભાઈ મંગળસિંહ રાઠોડ- ઉંમર 23 વર્ષ
 • સંજયકુમાર નરેશભાઈ તિલવાડ- ઉંમર 27 વર્ષ
 • અપશીંગભાઈ સોનિયા બારીયા- ઉંમર 29 વર્ષ
 • સુરેશભાઈ મોહનભાઈ બામણીયા- ઉંમર 54 વર્ષ
 • એક અજાણ્યો ઈસમ
 • વિજય(હાથમાં લખેલ કડા ઉપરથી)

અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિ

 • ખુમાનસિંહ મંગળસિંહ પરમાર
 • રોહિતકુમાર જીતેન્દ્રસિંહ રાઠોડ
 • અતુલ ઉદેસિંહ પરમાર
 • ભુપેન્દ્ર સિંહ રતિલાલ ચૌહાણ
 • શૈલેષભાઈ કાળાભાઈ ભટ્ટ
ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.
હાઇવે લોહિયાળ બન્યો.
હાઇવે લોહિયાળ બન્યો.

અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ...

અન્ય સમાચારો પણ છે...