• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • Traffic Problem Due To National Highway In Dhansura Is A Headache; Rs. 6.20 Km Bypass Sanctioned At A Cost Of 18 Crores, Happy Atmosphere

વાહન ચાલકોની સુવિધામાં વધારો:ધનસુરામાં નેશનલ હાઇવેના કારણે ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન; રૂ. 18 કરોડના ખર્ચે 6.20 કિમી બાયપાસ મંજૂર કરાતાં ખુશીનો માહોલ

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

અરવલ્લી જિલ્લામાં મોડાસા-કપડવંજ-નડિયાદને નેશનલ હાઇવેનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારથી આ રસ્તે ટ્રાફિક સમસ્યા એ માથાના દુખાવા સમાન હતી. ત્યારે તંત્ર દ્વારા ધનસુરા-મોડાસા તરફ બાયપાસ રોડને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવતાં તાલુકા ભાજપ સમિતિ, ધનસુરા સરપંચ સહિત સદસ્યોએ ધનસુરા ચાર રસ્તા ખાતે ભવ્ય આતશબાજી કરી હતી.

ધનસુરા ચાર રસ્તા ખાતે ભવ્ય આતશબાજી
મોડાસા-ધનસુરા-નડિયાદ તરફનો રોડ નેશનલ હાઈવેમાં ગણેલો છે. જેના કારણે આ રસ્તે મુંબઇ તરફ જતા હજારો વાહનોની અવર જવર રહે છે. ધનસુરા બજાર બીલકુલ હાઇવેને અડીને છે. બસ સ્ટેશન પણ હાઇવે પર જ આવેલું છે, જેથી ખૂબ ટ્રાફિક જામ થતો હતો અને ઘણા અકસ્માતો થતા હતા. જેમાં કેટલાયે આશાસ્પદ યુવકોએ જીવ ગુમાવવો પડ્યો છે. ત્યારે સ્થાનિક ગ્રામજનોની-વેપારીઓની બાયપાસ રોડની માગણી હતી. ત્યારે તંત્ર દ્વારા 18 કરોડના ખર્ચે 6.20 કિલોમીટર રસ્તાને સૈદ્ધાંતિક મંજૂરી અપાતાં ગામના અગ્રણીઓ, તાલુકા ભાજપ સમિતિ, ધનસુરા સરપંચ સહિત સદસ્યોએ ધનસુરા ચાર રસ્તા ખાતે ભવ્ય આતશબાજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...