મેઘરાજાની ધમાકેદાર બેટિંગ:માલપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો; માલપુરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા, વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

અરવલ્લી (મોડાસા)17 દિવસ પહેલા

છેલ્લા કેટલાક સમયથી વરસાદે જાણે હાથતાળી આપતો હોય એમ અસહ્ય ઉકળાટ સાથે વાતાવરણ ઉનાળા સમાન બન્યું હતું. ત્યારે આજે સમીસાંજે માલપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. માલપુરમાં સીઝનનો 80 % વરસાદ જ પડ્યો છે ત્યારે ધોધમાર વરસાદને કારણે પાકને જીવનદાન મળતાં જગતનો તાત રાજીનો રેડ થયો હતો. અને વરસાદે લોકોમાં નવી ઉષ્માં જગાડી હોય તેવું લાગી રહ્યું હતું.

માલપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજે એકાએક વરસાદ ખાબક્યો હતો. વરસાદની એટલી તેજ ગતિ હતી કે વિઝિબિલિટી પણ ઓછી થઈ હતી. ધમાકેદાર વરસાદના કારણે માલપુર બજારમાં પાણી ભરાયા હતા. રાજમાર્ગો જાણે નદી બન્યા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. માલપુરમાં સીઝનનો હજુ 80% જ વરસાદ પડ્યો છે. ત્યારે આ ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આસપાસના ગામડાઓ સજ્જનપુરા, કંપા, ગોવિંદપુર, વણઝારીયા, મંગલપુર, મોરડુંગરી સહિતના ગામડાઓમાં વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે ખેતીમાં ખાસ મકાઈ, મગફળી, સોયાબીનના પાકોને જીવતદાન મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...