• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • Today, On The Occasion Of Guru Purnima, A Huge Crowd Of Devotees In Shamlaji, The Devotees Were Blessed By Seeing The Manorath Of Kalia Thacker

દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટ્યું:આજે ગુરૂપૂર્ણિમા નિમિત્તે શામળાજીમાં ભક્તોની ભારે ભીડ, કાળિયા ઠાકરના મનોરથના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્ય થયા

મોડાસા3 મહિનો પહેલા
  • ભગવાન શામળિયાને પોતાના ગુરૂ માની ભક્તોએ દર્શનનો લાભ લીધો
  • મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા

આજે બુધવારે અષાઢ સુદ પૂનમ અને ગુરૂપૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાના દર્શન કરવા અબાલ વૃદ્ધ સૌ કોઈ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. સમગ્ર ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી લાખોની સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા છે.

દર્શનનો લાખો ભક્તોએ લાભ લીધો
આજના દિવસે ભક્તોએ ભગવાન શામળિયાને પોતાના ગુરૂ માની ગુરૂ આશીર્વાદ લીધા હતા. જેના કોઈ ગુરૂ નથી એના ભગવાન શામળિયા ગુરૂ છે એવી ભાવના સાથે લોકોએ ભગવાનના આશીર્વાદ લીધા છે. આજે ભગવાન કાળિયા ઠાકરને પણ ખાસ સોનાના આભૂષણ સહિતના શણગાર કરવામાં આવ્યા છે. ભગવાન શામળિયાના અલગ અલગ મનોરથના પણ દર્શનનો લાખો ભક્તોએ લાભ લીધો હતો અને ધન્ય બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...