સભા બાદ ભવ્ય રેલીનું આયોજન:બાયડ બેઠક માટે કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ; સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

અરવલ્લી (મોડાસા)2 મહિનો પહેલા

છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસમાંથી બાયડ બેઠક માટે કોણ ઉમેદવાર હશે તેવી અટકળો ચાલતી હતી. ત્યારે ચાલુ ધારાસભ્ય જસુ પટેલ અને મહેંન્દ્રસિંહ વાઘેલા બંનેએ ઉમેદવારી ફોર્મ લીધા હતા. ત્યારે મોડી રાત્રે મહેન્દ્રસિંહ વાઘેલાનું નામ જાહેર થતા આજે બાયડ ખાતે વિશાળ રેલી સાથે તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું.

32 બાયડ વિધાનસભા બેઠક ખૂબ જ રસપ્રદ બની છે. ત્યારે આજે કોંગ્રેસમાંથી મહેન્દ્રસિંહ વાઘેલાની પસંદગી થતા તેઓએ આજે સવારે દીપેશ્વરી ધામ ખાતે દીપો માઁના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ બાયડ ખાતે પોતાના કાર્યાલયનો શુભારંભ કર્યો હતો અને સભા યોજાઈ હતી. સભામાં કરણી સેનાના 200 જેટલા કાર્યકરો, પૂર્વ ભાજપના વિધાનસભાના ઉમેદવાર અદેસિંહ ચૌહાણ, માલપુર અને બાયડના મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપને અલવિદા કહી આજે કોંગ્રેસમાં જોડાયા હતા.

કાર્યાલયના શુભારંભ બાદ ભવ્ય રેલી યોજાઈ હતી અને બાયડ પ્રાંત કચેરીએ પહોંચીને મહેન્દ્રસિંહ વાઘેલાએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. ત્યારે ઉમેદવારી પત્ર ભરીને તેમણે જણાવ્યું હતું કે, મારા અગાઉ કરેલા કામકાજ અને બાયડ, માલપુરના મતદારોના સાથ સહકારના કારણે મારી જીત ચોક્કસ થશે

અન્ય સમાચારો પણ છે...